Crypto: ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ Binanceના યુઝર પર નવુ સંકટ, ડોલરમાં ઉપાડ અટકાવ્યો
અમદાવાદ, 18 ઓક્ટોબરઃ હંમેશાથી વિવાદમાં રહેતા ક્રિપ્ટો કરન્સી માર્કેટના સંકટો દૂર થઈ રહ્યા નથી. વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ બિનાન્સના યુએસ યુનિટે તેના ગ્રાહકો દ્વારા પ્લેટફોર્મ પરથી થતાં ડોલરમાં ઉપાડ પર રોક લગાવી છે. એટલે હવે અમેરિકામાં બિનાન્સમાં એકાઉન્ટ ધરાવતા યુઝર પોતાના ક્રિપ્ટોના વ્યવહારોનો ઉપાડ ડોલરમાં કરી શકશે નહીં.
અગાઉ, જૂનમાં અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ કોર્ટને બિનાન્સની અસ્કયામતો ફ્રીઝ કરવા અપીલ કરી હતી. ત્યાર બાદ Binance USએ ડૉલર ડિપોઝિટ અટકાવી દીધી હતી.
બિનાન્સે કહ્યું છે કે “ગ્રાહકો તેમના ખાતામાંથી યુએસ ડોલરના ભંડોળ પાછી ખેંચવા માંગતા હોય તો, તેઓ યુએસ ડોલરના ભંડોળને સ્ટેબલકોઈન્સ અથવા અન્ય ડિજિટલ અસ્કયામતોમાં રૂપાંતરિત કરીને પાછું ખેંચી શકે છે, બાદમાં એક્સચેન્જ પર એ જ સ્વરૂપે જમા પણ કરાવી શકે છે.”
સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને જૂનમાં Binance CEO અને સ્થાપક ચાંગપેંગ ઝોઉને નોટિસ આપી હતી. તેના પર અને Binance પર 13 કાઉન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે Binance “છેતરપિંડીના વેબ”માં સામેલ હતો, જે કૃત્રિમ રીતે ટ્રેડિંગ વોલ્યુમ વધારીને ગ્રાહકના ફંડને ડાયવર્ટ કરતી હોવાનો આરોપ છે.
ટોચની પાંચ ક્રિપ્ટો કરન્સીની આજની સ્થિતિ
ક્રિપ્ટોકરન્સી | ભાવ | તફાવત |
Bitcoin | $28,551.90 | 0.42% |
Ethereum | $1,577.73 | 0.72% |
Tether | $1.00 | 0.00% |
BNB | $213.14 | 0.17% |
XRP | $0.488 | 0.72% |
કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સ પર પણ કેસ
Binance.US પર માર્ચમાં કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન દ્વારા કથિત રીતે અનરજિસ્ટર્ડ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સ ઓફર કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો. Binance સમગ્ર વિશ્વમાં નિયમનકારી પડકારોનો સામનો કરી રહી છે. એક્સચેન્જે સોમવારે યુકેમાં નવા યુઝર્સની રજિસ્ટ્રેશન અટકાવી દીધા હતા, જેથી વિદેશી કંપનીઓને દેશમાં ડિજિટલ એસેટ્સનો પ્રચાર કરતા અટકાવતા નવા નિયમોનું પાલન કરવા ફરજ પાડી હતી.