Crypto ટ્રાન્જેક્શન પર TDSનું ભારણ ઘટાડવા માગ
1 એપ્રિલથી લાગૂ 30 ટેક્સમાં પણ ઘટાડો કરવા અપીલ
crypto ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને Crypto કરન્સીના ટ્રેડિંગ પર વસૂલાતો TDS 1 ટકાથી ઘટાડી 0.01 અને 0.05 ટકા કરવા અપીલ કરી છે. કોઈનડીસીએક્સના સીઈઓ અને કો-ફાઉન્ડર સુમિત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, Crypto કરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વધુ પડતો છે. જેમાં પણ ઘટાડો થવો જોઈએ. જે ઈન્ડસ્ટ્રીના ગ્રોથ પર નકારાત્મક અસર કરે છે. તેનાથી માર્કેટમાંથી લિક્વિડિટી અને ટ્રેડર્સ માટે મૂડીમાં ઘટાડો થશે. જો માર્કેટમાં લિક્વિડિટી જ નહીં રહે તો તેની પ્રતિકૂળ અસર રિટેલ રોકાણકારોએ ભોગવવી પડશે. ટેક્સના નવા નિયમોના પાલન માટે ટ્રેડર્સ સાથે જોડાઈ સાચી સમજ અને જાગૃત્તિ ફેલાવવામાં આવી રહી છે. જેથી જૂનાની સાથે સાથે વધુને વધુ નવા ઈન્વેસ્ટર્સ Crypto માર્કેટ સાથે જોડાઈ શકે. 2022-23ના બજેટમાં Crypto એસેટ્સ પર ઇન્કમ ટેક્સ સંબંધિત જાહેરાત થઈ હતી. 1 એપ્રિલથી Crypto ટ્રાન્જેક્શન પર 30 ટકા ઇન્કમ ટેક્સ લાગૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, હોર્સ ટ્રેડિંગ, ગેમ્બલિંગ સહિત સટ્ટાબાજી ટ્રાન્જેક્શન પર 28 ટકા ટેક્સ લાગૂ છે. Cryptoમાં પણ તેને અનુસરી ટેક્સ રેટ નિર્ધારિત કરવા વિવિધ Crypto એક્સચેન્જે અપીલ કરી છે. 1 ટકા TDS 1 જુલાઈ, 2022થી લાગૂ થશે.
કોઈનડીસીએક્સ વીસી ફંડિંગ કરશે, 100 કરોડનું રોકાણ કરવાની યોજના
દેશનું પ્રથમ યુનિકોર્ન Crypto એક્સચેન્જ કોઈનડીસીએક્સે વેન્ચર કેપિટલ ફંડની શરૂઆત કરી છે. જે અંતર્ગત એક્સચેન્જ Crypto, બ્લોકચેઈન સ્ટાર્ટઅપ્સમાં સીડ ફંડિંગ પેટે રૂ. 100 કરોડ સુધીનું રોકાણ કરવાની યોજના છે. પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને વેગ આપવા વેબ3 ઈકોસિસ્ટમ (બ્લોકચેઈન આધારિત ઈન્ટરનેટ ટેક્નોલોજી) સ્થાપિત કરી છે. Crypto અને બ્લોકચેઈન ઈનોવેશન માટે ભારતને ગ્લોબલ હબ બનાવવાના ઉદ્દેશ સાથે વેબ3નું વિસ્તરણ કરવાની યોજના છે. કોઈનડીસીએક્સ વેન્ચર્સ વોલેટ સોલ્યુશન, ક્રોસ ચેઈન બ્રિજ પ્રોટોકોલ, વેબ3 નોટિફિકેશન પ્રોટોકોલ, વેબ3 સોશિયલ એન્જિન, સ્ટોરેજ-કોમ્પ્યુટિંગ પ્રોટોકલ સહિત સેગમેન્ટમાં વિવિધ રોકાણ કરી ચૂક્યુ છે. કોઈનડીસીએક્સના વાઈસ પ્રેસિડન્ટ અને વેન્ચર્સ-ઈન્વેસ્ટમેન્ટના હેડ રોહિત જૈને જણાવ્યુ હતુ કે, અમે પોર્ટફોલિયો કંપનીઓ સાથે મળી એક્સચેન્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, Crypto એક્સપર્ટ્સની સુવિધા આપી તેના ડિસ્ટ્રિબ્યુશન અને સ્ટ્રેટર્જીના ગ્રોથ માટે સેવા પ્રદાન કરીશું.