Cyient DLMનું 58 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ, રોકાણકારોને લોટદીઠ રૂ. 8736નો નફો
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 265 |
ખૂલ્યો | 401 |
વધી | 426.45 |
ઘટી | 401 |
બંધ | 420.75 |
સુધારો | રૂ. 155.75 |
સુધારો | 58.77 ટકા |
અમદાવાદ, 10 જુલાઇઃ Cyientની પેટાકંપની Cyient DLMના શેરનું આજે રૂ. 265ની ઇશ્યૂ પ્રાઇસ સામે 59 ટકા પ્રિમિયમ સાથે મજબૂત લિસ્ટિંગ થયું છે. જેમાં રિટેલ રોકાણકારને લોટદીઠ રૂ. 8736નો નફો માત્ર 10 દિવસમાં મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, કંપનીનો આઇપીઓ 71.3 ગણો સબસ્ક્રાઇબ થયો હતો અને ગ્રે માર્કેટમાં 155 રૂપિયાના પ્રીમિયમ બોલાયા હતા. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની ઓપરેટિંગ આવક 15 ટકા વધીને 832 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ચોખ્ખો નફો ચાર ટકા વધીને રૂ. 31.7 કરોડ થયો છે. Cyient DLMનો IPO 27-30 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. કંપનીએ આ IPO માટે શેર દીઠ રૂ. 250-265ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. આ IPO માટે 56 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી હતી. એક્સિસ કેપિટલ અને જેએમ ફાઇનાન્શિયલ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર હતા. કેફિન ટેક્નોલોજિસે રજિસ્ટ્રારની જવાબદારી લીધી હતી.
400 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 64 પોઇન્ટ સુધર્યો
ભારતીય શેરબજારો સળંગ આઠ દિવસની સુધારાની ચાલ બાદ શુક્રવારે જોવાયેલા 500+ પોઇન્ટના કરેક્શનને પચાવવાની આજે કોશિશ કરતાં જોવા મળ્યા હતા. જેના કારણે સેન્સેક્સ દિવસ દરમિયાન 400 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 63.72 પોઇન્ટના સુધારા સાથે 65344.17 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 24.10 પોઇન્ટના સુધારા સાથે 19355.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન મોટાભાગનો ટ્રેન્ડ સ્ટોક સ્પેસિફિક જોવા મળ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ રિર્ટન આપનારા શેરમાં બીજા ક્રમે
ચાલુ નાણાકીય વર્ષમાં CyientDLMએ 52 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી સૌથી વધુ રિટર્ન આપનારો બીજો આઈપીઓ બન્યો છે. અગાઉ 7 જુલાઈએ ડ્રોન નિર્માતા IdeaForge Technologiesના IPOનું એક શાનદાર લિસ્ટિંગ થયું હતું. જેણે 92 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું હતું.