મુંબઈ, તા. 9 માર્ચઃ ડેટા પેટર્ન્સએ રૂ. 450 કરોડ એકત્ર કરવા માટે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યો હતો. કંપની રૂ. 1284.53ના ઈશ્યૂ પ્રાઈસ પર ક્યુઆઈપી લોન્ચ કરવા માગે છે. ક્યુઆઈપી લોન્ચિંગ સાથે ગુરુવારે બીએસઈ ખાતે શેર 3 ટકા વધી 1343.10ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 176(1) અનુસાર, કંપની ઈસ્યુ માટે ગણતરી કરેલ ફ્લોર પ્રાઈસ પર 5%થી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. ડેટા પેટર્ન્સે બુધવારે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું. ડેટા પેટર્ન્સ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) જેવા સંરક્ષણ PSUs તેમજ DRDO જેવા સંરક્ષણ અને અવકાશ સંશોધન સાથે સંકળાયેલી સરકારી સંસ્થાઓ સાથે કામ કરે છે. ડેટા પેટર્ન્સના શેર્સે ડિસેમ્બર 2021ના રોજ શેરબજારમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. લિસ્ટિંગથી અત્યારસુધીમાં સ્ટોક 74 ટકાથી વધ્યો છે. 2023માં અત્યારસુધી તેમાં 17 ટકા રિટર્ન જોવા મળ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં, કંપનીનો અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 8.96 કરોડની સામે ચોખ્ખો નફો 271 ટકા વધીને રૂ. 33.32 કરોડ નોંધ્યો હતો. વેચાણ વાર્ષિક ધોરણે 155 ટકા વધીને રૂ. 111.81 કરોડ થયા હતા. 7 ફેબ્રુઆરીના રોજ રૂ. 1,540ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.