DHARMAJ CROP GUARG Limited IPO TO POEN ON 28 NOVEMBER
IPO એટ એ ગ્લાન્સ
ઈશ્યૂ સાઈઝ | 251 કરોડ |
પ્રાઈસ બેન્ડ | રૂ. 218-237 |
તારીખ | 28-30 નવેમ્બર |
એલોટમેન્ટ | 5 ડિસેમ્બર |
લિસ્ટિંગ | 8 ડિસેમ્બર |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
ગ્રે માર્કેટ પ્રિમિયમ | રૂ. 30 |
ધર્મજ ક્રોપ ગાર્ડનો રૂ. 251 કરોડનો IPO 28 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડઃ 216- 237
અમદાવાદ: અમદાવાદ સ્થિત કૃષિ ક્ષેત્રે વિશાળ રેન્જનું ઉત્પાદન કરતી એગ્રો કેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ લિ. શેરદીઠ રૂ. 216-237ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 1483000 શેર્સના આઇપીઓ સાથે તા. 28 નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
કંપની IPO હેઠળ રૂ. 250 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. રિટેલ રોકાણકાર લઘુત્તમ 60 શેર્સ માટે અરજી કરી શકશે. ત્યારબાદ તેના ગુણાંકમાં મહત્તમ રૂ. 2 લાખ સુધીની અરજી કરી શકશે.
પ્રતિ શેર રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતો 251 કરોડના IPOમાં કંપની 216 કરોડ ફ્રેશ ઈશ્યૂ મારફત અને ઓફર ફોર સેલ હેઠળ 14,83,000 ઇક્વિટી શેર્સ ઓફર કરશે. IPOમાં શેર એલોટમેન્ટ તા. 5 ડિસેમ્બરે અને લિસ્ટિંગ તા. 8 ડિસેમ્બરે થશે.
કંપનીના પ્રમોટર્સની માહિતી
કંપનીના સીએમડી રમેશ તલાવિયા, એમડી જમનકુમાર તલાવિયા અને વિશાલ દોમડીયા બીએસઇ (એગ્રીકલ્ચર) અને જગદીશ સાવલિયા (બીએસઇ, કેમેસ્ટ્રી)નો સમાવેશ થાય છે.
ગ્રે માર્કેટમાં રૂ. 30 પ્રિમિયમ
ગ્રે માર્કેટમાં ધર્મજ ક્રોપ ગાર્ડના શેરદીઠ રૂ. 30 અર્થાત 13 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. મજબૂત ફંડામેન્ટલ્સ અને વિશાળ પોર્ટફોલિયો ધરાવતી ધર્મજ ક્રોપના ગ્રે પ્રિમિયમ વધવાની શક્યતા ગ્રે માર્કેટના નિષ્ણાતોએ દર્શાવી છે.
કંપનીની કામગીરી વિશે
ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ B2C અને B2B ગ્રાહકોને જંતુનાશક, ફુગનાશક, નિંદણનાશક, છોડ ઉછેર નિયંત્રક, માઇક્રો ફર્ટિલાઇઝર અને એન્ટીબાયોટિક જેવા કૃષિ રસાયણોની વ્યાપક રેન્જના ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગ બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપની લેટિન અમેરિકા, ઇસ્ટ આફ્રિકન દેશો, મીડલ ઇસ્ટ અને દૂરના ઇસ્ટ એશિયા જેવા 25થી વધારે દેશોમાં તેની પ્રોડક્ટ્સનો નિકાસ કરે છે.
કંપનીના મુખ્ય ગ્રાહકોની યાદી
30 સપ્ટેમ્બર, 2022ના રોજ સુધીમાં કંપની 154 સંસ્થાકીય પ્રોડક્ટ્સ ધરાવતી હતી. જેનું 600થી વધારે ગ્રાહકોને વેચાણ કરવામાં આવ્યું છે. તેના મુખ્ય ગ્રાહકોમાં અતુલ લિમિટેડ, હેરાન્બા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઇનોવેટિવ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ભારત રસાયણ લિમિટેડ, ઓએસિસ લિમિટેડ, યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સાદિક એગ્રોકેમિકલ્સ કો. લિ. સમાવિષ્ટ છે.