મહેસાણા, 1 જાન્યુઆરીઃ એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતમાં મહેસાણા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ નવો પ્લાન્ટ ભારત સહિત વૈશ્વિક બજારમાં વેચાણ અને નિકાસ માટે ઇન્જેક્ટેબલનું ઉત્પાદન કરશે. એમક્યોરની મેન્યુફેક્ચરિંગ કામગીરી ભારતમાં 13 સ્થળોએ ફેલાયેલી છે. કંપની મહેસાણા ખાતે ઓરલ ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ લાઇન ધરાવે છે, ઓગસ્ટ, 2023માં શરૂ થયેલું નવું યુનિટ હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમર્શિયલ વેચાણ માટે તૈયાર છે. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના ફાઉન્ડર અને સીઈઓ સતીશ મહેતાએ જણાવ્યું હતું કે, મહેસાણામાં નવી ફેસિલિટી અલાયદી તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા અને વૈશ્વિક સ્તરે દર્દીને ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાના સોલ્યુશન્સ પૂરા પાડવાના અમારા વિઝન સાથે સુસંગત છે. નવી ક્ષમતામાં વધારો કરવાથી અમને બજારોમાં અમારા વિભિન્ન પ્રોડક્ટ પોર્ટફોલિયોની વધતી માંગને પહોંચી વળવામાં મદદ મળશે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)