મુકેશ અંબાણીનું રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું, નવા ચેરમેન આકાશ અંબાણી

રિલાયન્સ જિયોના બોર્ડમાંથી મુકેશ અંબાણીએ રાજીનામું આપવા સાથે તેમના પૂત્ર મુકેશ અંબાણીની ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કંપનીએ 28 જૂનના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે. RILના વડા મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી 2014માં Jioમાં જોડાયા હતા. મુકેશ અંબાણીના Jioના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યાના સમાચાર સાથે બોર્ડના અધ્યક્ષ તરીકે તેમની બઢતીની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 જૂન, 2022 ના રોજ યોજાયેલી મીટિંગમાં મુકેશ અંબાણીના કંપનીના ડિરેક્ટર તરીકે 27 જૂન, 2022ના રોજ કામના કલાકો બંધ થયા પછી રાજીનામું આપ્યાની જિયોએ સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી હતી. બોર્ડે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન તરીકે નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આકાશ એમ અંબાણીની નિમણૂકને પણ મંજૂરી આપી છે. કંપનીના વધારાના ડિરેક્ટર તરીકે, રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી. ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. Jioના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પંકજ મોહન પવારની નિમણૂક કરવામાં આવી છે. જે શેરધારકો પાસેથી મંજૂરીને આધિન રહેશે.