NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જશે
ગાંધીનગરઃ સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ ગ્રૂપ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ જાહેરાત કરી છે કે, NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જવાની ધારણા છે. કનેક્ટ મારફત એનએસઇ આઇએફએસઈ ખાતે એસજીએક્સ નિફ્ટીનું ટ્રાન્ઝિશન ટ્રેડિંગ ત્યારબાદ ટૂંક સમયમાં ડોલર ડોમિનેટેડ નિફ્ટી કોન્ટ્રાક્ટ સાથે શરૂ થઇ જશે. એસજીએક્સ ગ્રૂપ અને એનએસઇ એ તા. 29 જુલાઇ-22ના રોજ કનેક્ટની શરૂઆત કરી હતી. ત્યારબાદ બન્ને એક્સચેન્જ ટીસીએસ ટેકનોલોજી પાર્ટનર સાથે કામ કરી રહ્યા છે અને એસજીએક્સ સભ્યોને એનએસઇ આઇએફએસસી ખાતે નિફ્ટી કોન્ટ્રાક્ટના ટ્રાન્ઝિશન ટ્રેડિંગની ફેસેલિટી મળી રહી છે. અત્યારસુધીમાં 14 એસજીએક્સ ક્લિયરિંગ મેમ્બર્સ ઓનબોર્ડ થઇ ચૂક્યા છે.
આ અંગે એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે, એસજીએક્સ ગ્રૂપ સાથેની 22 વર્ષથી વધુ સમયની પાર્ટનરશીપ દરમિયાન આ પગલું એક માઇલસ્ટોન સમાન છે.