ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ આગામી 3 વર્ષમાં 5 અબજ ડોલરને આંબશેકરવેરાની વ્યવસ્થા શ્રેષ્ઠ વ્યવસ્થા અમેરિકા અને બ્રિટનમાંથી ભારત શીખી શકે

નવી દિલ્હી: જીએસટી પરિષદની 47મી બેઠક 28-29 જૂનના રોજ યોજાઈ હતી. તેમાં ભલામણ કરવામાં આવી હતી કે, ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ માટે કરવેરાનો દર હાલના 18 ટકાથી વધારીને 28 ટકા કરવો જોઈએ. દરખાસ્ત પર નિર્ણયનો સ્વીકાર થાય કે ન થાય – એની અસર ઓનલાઇન સ્કિલ ગેમિંગ ઉદ્યોગની વ્યવસાયિક વ્યવહારિકતા પર થશે, જે આ વિકસતાં ક્ષેત્રને પ્રગતિશીલ કરવેરાની વ્યવસ્થા આપીને એને વિકસવામાં મદદરૂપ થવાના મહત્વને સૂચિત કરે છે.

કેન્દ્ર સરકારે એવીજીસી ટાસ્કફોર્સ, આંતર-મંત્રીમંડળીય ટાસ્ક ફોર્સ રચવા જેવા પગલાં લીધા છે, જે આ ક્ષેત્રની વૃદ્ધિની સંભવિતતા તથા ચિંતાઓ સમજવા ઓનલાઇન સ્કિલ ગેમિંગ ઉદ્યોગની મુખ્ય કંપનીઓ સાથે બેઠક યોજી નિયમનકારી નીતિઓ રજૂ કરશે.

કોન્સેન્ટ્રિક્સમાં સોલ્યુશન્સના વાઇસ પ્રેસિડન્ટ કમાલેન્દુ બાલીએ જણાવ્યું કે, ગેમ્બ્લિંગ, બેટિંગ, કેસિનો અને લોટરી વગેરે સાથે ઓનલાઇન ગેમિંગની પેઢીને જોડવી આ ઉદ્યોગની સંભવિતતા માટે અન્ય કોઈ નહીં પણ નિરાશાવાદી વાતાવરણના સંકેત આપે છે. કરવેરાના દરમાં વધારાની અટકળો આ ઉદ્યોગ માટે મરણતોલ ફટકો છે. આ ક્ષેત્ર માટે સ્પષ્ટતાનો અભાવ એના માટે જટિલ છે તથા જેટલો લાંબો સમય આ અસ્પષ્ટતા રહેશે તેટલો સમય ઉદ્યોગનું ભવિષ્ય હાલકડોલક રહેશે.

ઉદ્યોગના નિષ્ણાતોએ મુદ્દો ઉઠાવ્યો છે કે, મૂલ્યાંકનના માપદંડમાં ફેરફાર થવાની સાથે ઉદ્યોગ કેવી રીતે તૂટી શકે છે. તેમની ચિંતાઓ મુજબ, વિચારણા યોગ્ય સંપૂર્ણ મૂલ્ય પર લાગુ કરવેરાથી વિજેતા ખેલાડીની રકમમાં નોંધપાત્ર ઘટાડો થશે અને કાયદેસર પ્લેટફોર્મ્સ પર ખેલાડીને રસ નહીં રહે. પરિણામે તેઓ સરકારી આવકમાં પ્રદાન કરતાં કાયદેસર પ્લેટફોર્મ્સ પર રસ ધરાવતા ઓફશોર અને ગેરકાયદેસર પ્લેટફોર્મને પ્રોત્સાહન આપશે.

ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ આગામી 3 વર્ષમાં 5 અબજ ડોલરને આંબી જાય એવી ધારણા છે ઉદ્યોગના નિષ્ણાતો એવું પણ માને છે કે, ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગની સંપૂર્ણ વિચારણા માટેના મૂલ્ય પર જીએસટી લાદીને એની સંભવિતતા ઓછી કરવાને બદલે સંબંધિત દેશોમાં કરવેરાની કઈ વ્યવસ્થા શ્રેષ્ઠ બનશે એ સમજવા અમેરિકા અને બ્રિટનમાંથી ભારત શીખી શકે છે.