ગાંધાર ઓઇલ રિફાઇનરીએ રૂ. 357 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદઃ વ્હાઇટ ઓઇલની અગ્રણી ઉત્પાદક ગાંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા)એ SEBIમાં DRHP દાખલ કર્યું છે. કંપનીના IPOમાં ₹357 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટેની ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા 12,036,380 ઇક્વિટી શેર સામેલ છે. વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો (રમેશ બાબુલાલ પારેખ, કૈલાશ પારેખ અને ગુલાબ પારેખ) દ્વારા 6.75 મિલિયન ઇક્વિટી શેર અને હાલના રોકાણકારો (જેમાં ગ્રીન ડિઝર્ટ રિયલ એસ્ટેટ બ્રોકર્સ, ડેન્વર બિલ્ડિંગ મટિરિયલ એન્ડ ડેકોર ટીઆર એલએલસી, ફ્લીટ લાઇન શિપિંગ સર્વિસીસ એલએલસી, આઇડીએફસી ફર્સ્ટ બેંક અને અમિતાભ મિશ્રા સામેલ છે) દ્વારા 5.27 મિલિયન ઇક્વિટી શેર સામેલ છે.
IPO યોજવાનો હેતુ
એ) બેંક ઓફ બરોડા પાસેથી ટેક્સોલ દ્વારા લેવામાં આવેલી લોનની પુનઃચુકવણી/આગોતરી ચુકવણીમાં ધિરાણ માટે લોનની રીતે ટેક્સોલમાં રોકાણ કરવું; બી) (1) સિલ્વાસા પ્લાન્ટ ખાતે ઓટોમોટિવ ઓઇલની ક્ષમતાનું વધારવા; (2) તળોજા પ્લાન્ટ ખાતે પેટ્રોલિયમ જેલી અને સંલગ્ન કોસ્મેટિક ઉત્પાદન ડિવિઝનની ક્ષમતા વધારવા; અને (3) તળોજા પ્લાન્ટ ખાતે બ્લેન્ડિંગ ટેંકો સ્થાપિત કરીને વ્હાઇટ ઓઇલ્સની ક્ષમતા વધારવા માટે જરૂરી સિવિલ વર્ક અને ઉપકરણની ખરીદી માટે મૂડીગત ખર્ચ કરવા; (સી) મૂડીગત જરૂરિયાતો માટે ફંડિંગ; અને (ડી) સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે.
કંપનીની કામગીરી અંગે
નાણાકીય વર્ષ 2021-22માં આવકની દ્રષ્ટિએ વ્હાઇટ ઓઇલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની હતી. કેલેન્ડર વર્ષ 2021માં બજાર હિસ્સાની દ્રષ્ટિએ વિશ્વની ટોચની પાંચ કંપનીઓ પૈકીની એક છે (સ્તોત્રઃ ક્રિસિલનો રિપોર્ટ). 30 જૂન, 2022 સુધી એના ઉત્પાદનોમાં 350થી વધારે ઉત્પાદનો સામેલ છે, જેનો ઉપયોગ મુખ્યત્વે પર્સનલ કેર, હેલ્થકેર અને પર્ફોર્મન્સ ઓઇલ, લ્યુબ્રિકન્ટ્સ તથા દિવ્યોલ બ્રાન્ડ અંતર્ગત પ્રોસેસ અને ઇન્સ્યુલેટિંગ ઓઇલ્સમાં થાય છે. ઉત્પાદનોનો ઉપયોગ ઉપભોક્તા, હેલ્થકેર, ઓટોમોટિવ, ઔદ્યોગિક, વીજળી અને ટાયર તથા રબર ક્ષેત્રોમાં અંતિમ કે વપરાશના ઉત્પાદનો બનાવવા થાય છે.
કંપનીના વેચાણો 100થી વધુ દેશોમાં
વર્ષ 2021-22માં ઉત્પાદનોનું વેચાણ દુનિયાના 100થી વધારે દેશોમાં થયું છે અને 3,529 ગ્રાહકોને ઉત્પાદનો પૂરાં પાડ્યાં છે.
કંપનીની ઉત્પાદન ક્ષમતા
કંપની ત્રણ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જેની 30 જૂન, 2022 સુધી વાર્ષિક સંયુક્ત ઉત્પાદન ક્ષમતા 497,403 કિલોલીટર હતી (ઓક્ટોબર, 2022માં વધીને 522,403 કિલોલિટર થઈ હતી). કંપનીની ઉત્પાદન સુવિધાઓ તળોજા, મહારાષ્ટ્ર, સિલ્વાસા, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ અને શારજાહ, સંયુક્ત આરબ અમીરાતમાં છે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સઃ એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને આઇસીઆઇસીઆઈ સીક્યોરીટીઝ.