કચ્છ, 8 જાન્યુઆરી: બાડા ગામમાં તેના ગ્રીનફીલ્ડ સોડા એશ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો પાયો નાંખતા પહેલાં GHCLએ ઉદ્યોગો સમુદાયનું સશક્તિકરણ કેવી રીતે કરી શકે છે તેનું એક જ્વલંત ઉદાહરણ સ્થાપિત કરી દીધું છે. સર્વાંગી વિકાસના વિઝનથી પ્રેરિત આ કંપની ખૂબ જ પ્રભાવશાળી કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલનું નેતૃત્ત્વ કરી રહી છે, જે તાત્કાલિક પડકારોને દૂર કરવાની સાથે-સાથે લાંબાગાળાના વિકાસ અને સમૃદ્ધિ માટેનો પાયો નાંખવાનો પણ ઉદ્દેશ્ય ધરાવી રહી છે.

લાંબા સમય સુધી ટકી રહેનારા પરિવર્તનનો નકશોઃ GHCLના સીએસઆર સંબંધિત દ્રષ્ટિકોણમાં પરંપરાગત હસ્તક્ષેપોથી આગળનું વિચારવામાં આવ્યું છે. તેમાં આત્મનિર્ભરતા અને નવીનીકરણને પ્રોત્સાહન આપીને કચ્છને એક પ્રગતિશીલ સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કરવાની પરિકલ્પના કરવામાં આવી છે. બાડા, પાચોટિયા, મોટા લાયજા, નાના લાયજા, ભિસરા, જનકપર, ભાડા, બાયથ, પદમપુર, માપર, બાભડાઈ, મોડકુબા, ચાગદાઈ, વિંઢ, કોકલિય સહિતના 15 ગામોમાં કામ કરી રહેલું GHCL ફાઉન્ડેશન પ્રત્યક્ષ રીતે 14,000થી વધારે લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવીને તેમના ઉજ્જવળ અને વધુ સ્થાયી ભવિષ્યનો પાયો ચણી રહ્યું છે.

GHCLની પહેલ અંગે ટિપ્પણી કરતાં GHCL ફાઉન્ડેશનના ચેરમેન એન. એન. રાડિયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં અમારી સીએસઆર પહેલ એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાના વિઝનથી પ્રેરિત છે, જ્યાં નવીનીકરણ, સહયોગ અને સ્થિતિસ્થાપકતા લાંબાગાળાના વિકાસને આગળ વધારે. અમારા પ્લાન્ટનું સંચાલન શરૂ થાય તે પહેલાં જ અમે ગહન અને લાંબા સમય સુધી ટકી રહેનારો તફાવત સર્જવા માટે કટિબદ્ધ છીએ.”

પશુધન માટે સર્વાંગી સહાયઃ મોબાઇલ વેટરિનરી સર્વિસે 9,150થી વધારે પશુઓની સારવાર કરી છે, જેનાથી 2,500 પશુપાલકોને લાભ થયો છે.

માછીમારોનું સશક્તિકરણ કરવું: આ પ્રદેશમાં વસતાં માછીમાર સમુદાય માટે GHCLએ 283 માછીમારોને અત્યાધુનિક સાધનો અને સ્થાયી માછીમારી માટેના જાગૃતિ કાર્યક્રમો મારફતે સપોર્ટ પૂરો પાડ્યો છે.

સ્થાયી કૃષિઃ ટપક સિંચાઈ માટેની સિસ્ટમો માટે નાણાકીય સહાય અને જૈવિક ખાતરના 30,000 થેલાનું વિતરણ ઇકો-ફ્રેન્ડલી કૃષિ પ્રત્યેની GHCLની કટિબદ્ધતાને દર્શાવે છે.

કૌશલ્ય વિકાસ કરીને યુવાનોનું સશક્તિકરણ કરવુંઃ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએસડીસી)ના સ્કિલ ઇન્ડિયા મિશનની સાથે સહભાગીદારી કરીને GHCL યુવાનોનું આવશ્યક કૌશલ્યોથી સશક્તિકરણ કરી રહી છે, જેથી કરીને તેમની આજીવિકા પ્રાપ્ત કરવાની ક્ષમતાઓને વધારી શકાય.

શિક્ષણ અને આરોગ્યની સંભાળ મારફતે ક્ષમતાઓ વધારવીઃ GHCL શિક્ષણની પરિવર્તનકારી શક્તિને માન્યતા આપે છે અને આથી જ તે ભવિષ્યની પેઢીઓનું સશક્તિકરણ કરવા માટેના એક દૂરંદેશી મિશનનું સંચાલન કરી રહી છે. અમારી આંગણવાડી ખાતેના 400 બાળકો, પ્રાથમિક શાળામાં ભણતા 1200 વિદ્યાર્થીઓ અને હાઈ સ્કુલના 337 વિદ્યાર્થીઓને વ્યાપક સપોર્ટ પૂરો પાડીને GHCL વિજ્ઞાન મેળાઓ અને ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા સંસાધનો જેવી પહેલ વડે નવીનીકરણ અને ક્રિટિકલ થિંકિંગના માહોલને પ્રોત્સાહન આપી રહી છે.

આરોગ્ય સંભાળઃ સમુદાયની સુખાકારીની કરોડરજ્જુઃ મોબાઇલ હેલ્થ યુનિટ (એમએચયુ) મારફતે કંપની અંતરિયાળ ગામોમાં દર મહિને લગભગ 750 દર્દીઓને ખૂબ જ આવશ્યક તબીબી સેવાઓ પૂરી પાડી આવશ્યક સેવાઓથી વંચિત વિસ્તારો સુધી પહોંચે તેની ખાતરી કરે છે.

સ્ત્રીઓનું સશક્તિકરણ અને સમુદાયોનું પુનર્નિર્માણઃકંપનીએ 45 સેલ્ફ-હેલ્પ ગ્રૂપ (એસએચજી)ની સ્થાપના કરી છે, જે ઉદ્યોગસાહસિકતા અને નવીનીકરણ માટેના પ્લેટફૉર્મનું નિર્માણ કરી રહ્યાં છે. વધુમાં કૌશલ્યનિર્માણ કરનારા પ્રોગ્રામો મારફતે 60 સ્ત્રીઓને સીવણમાં તાલીમ આપવામાં આવી છે અને તેમનું આ કૌશલ્ય તેમને આવકની સ્થાયી તકો પૂરી પાડી રહ્યું છે.