મુંબઈ, 21 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 49,093 સોદાઓમાં રૂ.4,069.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,543ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,587 અને નીચામાં રૂ.59,261ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.241 ઘટી રૂ.59,311ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.121 ઘટી રૂ.47,909 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.5,902ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.211 ઘટી રૂ.59,248ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,489ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,545 અને નીચામાં રૂ.75,034ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.216 ઘટી રૂ.75,233ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.202 ઘટી રૂ.75,096 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.187 ઘટી રૂ.75,097 બોલાઈ રહ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,61,129 સોદાઓમાં કુલ રૂ.22,911.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,511.09 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16384.11 કરોડનો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,511 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16384 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 10,687 સોદાઓમાં રૂ.1,211.11 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.730.80ના ભાવે ખૂલી, રૂ.2.15 ઘટી રૂ.727.80 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.196.30 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.213ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.196.45 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.182.65 જસત-મિની જુલાઈ વાયદો કોઈ ફેરફાર વગર રૂ.213.30 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 32,089 સોદાઓમાં રૂ.1,217.1 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,230ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,294 અને નીચામાં રૂ.6,230ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.70 વધી રૂ.6,281 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.64 વધી રૂ.6,274 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.226ના ભાવે ખૂલી, રૂ.1.80 વધી રૂ.227.60 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1.8 વધી 227.5 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી, મેન્થા તેલમાં નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.13.60 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,320ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,500 અને નીચામાં રૂ.58,280ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.58,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.872.50 બોલાયો હતો.

MCX: ક્રૂડ નેચરલ ગેસ વાયદામાં સીમિત સુધારો

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,206.85 કરોડનાં 3,710.593 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,862.43 કરોડનાં 247.194 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.459.08 કરોડનાં 7,31,960 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.758.02 કરોડનાં 3,34,79,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.122.95 કરોડનાં 6,241 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.42.50 કરોડનાં 2,316 ટન તાંબાના વાયદાઓમાં રૂ.740.04 કરોડનાં 10,128 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.305.62 કરોડનાં 14,299 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.24 કરોડનાં 384 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.11.36 કરોડનાં 128.88 ટનનાં કામકાજ થયાં હતાં.