ગ્રીનઝો એનર્જીએ સાણંદ GIDCમાં દેશનો પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર પ્લાન્ટ સ્થાપ્યો, રૂ. 3.5 કરોડનું રોકાણ
અમદાવાદ, 25 ઓક્ટોબરઃ ગ્રીનજો એનર્જી ઈન્ડિયાએ સાણંદમાં દેશનો પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 3500 કરોડનું રોકાણ કર્યું છે. જેનું ભૂમિપૂજન 24 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આગામી સાત માસમાં તૈયાર થઈ જશે. જે આગામી 3 વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે.
ગ્રીનજોના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કંપની ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં 1,2 અને 5 મેગાવોટના આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરશે. જેના માટે કંપનીએ રૂ. 350 કરોડનું પ્રારંભિક રોકાણ કરવામાં આવ્યું છે. પ્લાન્ટની શરૂઆતમાં 125 મેગાવોટની ક્ષમતા હશે, જેમાં દર બે વર્ષે ઉત્પાદન ક્ષમતા બમણી કરીને પાંચ વર્ષમાં 1 GW ક્ષમતા સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. કંપની સાત મહિનામાં પ્લાન્ટનું કામ પૂર્ણ કરશે. કંપનીને 1100 કરોડ રૂપિયાના ઓર્ડર મળી ચૂક્યા છે.
ગ્રીનજો પ્લાન્ટ માટે સાણંદ જીઆઈડીસીમાં 13777 ચોરસ ફૂટ જમીન ફાળવવામાં આવી છે. ગ્રીનઝોએ તેના યુકે સ્થિત ડેવલપમેન્ટ પાર્ટનર સાથે ઇન-હાઉસ આયન એક્સચેન્જ મેમ્બ્રેન (AEM) ઇલેક્ટ્રોલાઇઝર ટેકનોલોજી વિકસાવી છે. હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે આ ટેકનોલોજી સૌર ઉર્જા, પવન ઉર્જા અને ગ્રીડ વીજળીને એકીકૃત કરે છે.
કંપની પાસે રૂ. 1100 કરોડના ઓર્ડર
કંપની પાસે પહેલાથી જ ₹1,100 કરોડના ઓર્ડર છે જે આગામી ત્રણ વર્ષમાં એક્ઝિક્યુટ કરવાના છે – જેમાં એક નેપાળ અને GAIL, NTPC, IOC, BPCL, ભારતીય PSUsના અન્ય સંભવિત ખરીદદારોનો સમાવેશ થાય છે. ભારતીય ઈલેક્ટ્રોલાઈઝર માર્કેટ 2030 સુધીમાં $19 અબજનું થવાની ધારણા છે. પરંતુ ત્યાં કોઈ સ્વદેશી ઉત્પાદન નથી. ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ પાણીના વિદ્યુત પ્રક્રિયાથી થાય છે જે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવામાં મદદ કરે છે.