બેન્ચમાર્કનિફ્ટી સ્મોલકેપ 250
ઈન્ડેક્સ-TRI
NFO ખુલશે:9 ફેબ્રુઆરી
NFO બંધ થશે:23 ફેબ્રુઆરી
લઘુત્તમ એસઆઈપી:રૂ. 100
લઘુત્તમ લમ્પસમ:રૂ. 500
એક્ઝિટ લોડ:શૂન્ય

બેંગ્લુરૂ, 10 ફેબ્રુઆરી: ગ્રો મ્યુચ્યુઅલ ફંડે રોકાણ વિકલ્પોના પોર્ટફોલિયોને વિસ્તરિત કરતાં ન્યૂ ફંડ ઓફર ગ્રો નિફ્ટી સ્મોલકેપ 250 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું હોવાની જાહેરાત કરી છે. આ ઈન્ડેક્સ ફંડનો હેતુ રોકાણકારોને નિફ્ટી સ્મોલકેપ 250 ઈન્ડેક્સ (ટ્રેકિંગના આધારે)ના કુલ રિટર્નને અનુરૂપ મહત્તમ રિટર્ન આપવાનો છે. નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ 250 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં 251માંથી 500માં ક્રમે છે. ફંડ 9 ફેબ્રુઆરી, 2024થી 23 ફેબ્રુઆરી, 2024 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે અને યુનિટની ફાળવણીની તારીખથી પાંચ કામકાજના દિવસોમાં ચાલુ સબ્સ્ક્રિપ્શન અને રિડમ્પશન માટે ફરીથી ખોલવામાં આવશે.

ગ્રો નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ ફંડ નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સનો ભાગ છે, જે તેની તમામ 250 સ્મોલ-કેપ કંપનીઓના એક્સપોઝર ઓફર કરતાં પ્રક્રિયાને સરળ બનાવે છે એટલે કે નિફ્ટી સ્મોલકેપ 250 ઈન્ડેક્સ – TRIમાં આ શેરોના વેઈટેજના પ્રમાણમાં સ્ટોકમાં રોકાણ સાથે સ્કીમનું પેસિવ સંચાલન કરવામાં આવશે. વધુમાં વિવિધ 21 સેક્ટર્સાના 250 સ્મોલ કેપ શેરોના એક્સપોઝર પ્રદાન કરતાં તેના વ્યાપક અભિગમ સાથે ડાયવર્સિફાઈ રોકાણ દ્વારા જોખમમાં ઘટાડો કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)