2-3 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ ઉપર 25-30 ટકા રિટર્નનો આશાવાદઃ નિષ્ણાતો

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.એ જાન્યુઆરી-માર્ચ દરમિયાન રૂ. 285.65 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 149.84 કરોડ સામે 90.60 ટકા વધ્યો છે. કુલ આવકો વધી રૂ. 2099.40 કરોડ (રૂ. 1809.44 કરોડ) થઈ છે. શેરદીઠ કમાણી રૂ. 3.95 વધી રૂ. 7.71 રહી છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 2.5 ડિવિડન્ડ ફાળવવાની જાહેરાત કરી છે. વાર્ષિક ધોરણે નફો લગભગ બમણો રૂ. 898.58 કરોડ (રૂ. 450.11 કરોડ) થયો છે. ગુરૂવારે શેર 0.10 ટકા વૃદ્ધિ સાથે 152.70 પર બંધ હતો.

ઇક્વિટી- રિઝર્વ્સની સ્થિતિઃ

કંપની રૂ. 79.70 કરોડની પેઇડઅપ ઇક્વિટી સામે રૂ. 9160.50 કરોડની રિઝર્વ્સ ધરાવે છે. જે દર્શાવે છે કે, કંપની પાસે બોનસ ઇશ્યૂ માટે ભરપૂર જગ્યા છે. પરંતુ કંપનીએ હજી સુધી એકપણ બોનસ ઇશ્યૂ યોજ્યો નથી.

કંપની પરિણામ એક નજરે (રૂ. કરોડ)

વિગતમાર્ચ-22માર્ચ-21
ચોખ્ખો નફો285.65149.84
કુલ આવકો2099.401809.44
ઈપીએસ (રૂ.)7.713.76

GSFC: ગુરુવારે શેરની સ્થિતિ

Open153.35
High155.05
Low146.25
Close152.50
52-wk high198.80
52-wk low98.10
Mkt cap6.08TCr
P/E ratio7.97
Div yield1.44%

ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી

રૂ. 199નો 52 વીક હાઇ અને 98.10નો 52 વીક લો ધરાવતો આ શેર હાલમાં રૂ. 152 આસપાસ રમી રહ્યો છે. ટેકનો- ફન્ડામેન્ટલી શેરમાં 2-3 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ ઉપર આશરે 20-30 ટકા રિટર્ન મળી શકે તેવું નિષ્ણાતો અને બજાર પંડિતોનું માનવું છે.