16 ઓક્ટોબર, ગાંધીનગર: ગુજરાત સરકારે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’ની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતને ગ્લોબલ લીડર બનાવવાનો છે. ભારતના ટેક્સટાઇલ સ્ટેટ તરીકે જાણીતા અને એક સમયે ‘માન્ચેસ્ટર ઓફ ઇસ્ટ’ તરીકે ઓળખાતું ગુજરાત રાજ્ય ભારતના ટેક્સટાઇલ એક્સપોર્ટમાં 12 ટકા હિસ્સો ધરાવે છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસ પ્રસંગે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પોલિસી જાહેર કરવામાં આવી હતી.  આ પોલિસી ગાર્મેન્ટ, ટેક્નિકલ ટેક્સટાઇલ, વણાંટ અને એમએમએફ ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લે છે, જેમાં ટેક્નિકલ ટેક્સટાઇલ પર ખાસ ભાર મુકવામા આવ્યો છે જે ઓટોમોબાઇલ, હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. છે.

પોલિસી હેઠળ જાહેર કરાયેલા પ્રોત્સાહનો એક નજરે

સ્થળ અને પ્રવૃત્તિના આધારે ₹150 કરોડની મર્યાદામાં એલિજીબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI)ની 10થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડીeFCI ના 5% થી 7% ની વ્યાજ સબસિડી 8 વર્ષ સુધી ઉપલબ્ધ છે.
પાંચ વર્ષ માટે ₹1/યુનિટની પાવર ટેરિફ સબસિડી,  પ્રત્યેક કર્મચારી દીઠ ₹2,000 થી ₹5,000 સુધી દર મહિને પેરોલ સહાય (મહિલા કામદારો માટે વધારાના સમર્થન સાથે)સ્વ-સહાય જૂથો (SHGs) માટે પેરોલ અને તાલીમ સહાયની જોગવાઇ કરવામાં આવી છે.

આ પોલિસી રોજગાર સર્જન સાથે 4 હજારથી વધુ કામદારો ધરાવતા યુનિટો જેમાં ઓછામાં ઓછી 1 હજાર મહિલા કર્મચારી હોય, તેમને ખાસ સહાયતા પ્રદાન કરશે. આવા યુનિટ્સને વધારાની સબસિડીનો લાભ મળશે.

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ના ખાસ મુદ્દા

લક્ષિત વૃદ્ધિ વિસ્તારો (ટાર્ગેટેડ ગ્રોથ એરિયા):  આ પોલિસી અંતર્ગત ગાર્મેન્ટ, ટેક્નિકલ ટેક્સટાઇલ, વણાંટ અને એમએમએફ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમાં પણ ટેક્નિકલ ટેક્સટાઇલ્સ પર ભાર મુકવામાં આવ્યો છે જે ઓટોમોબાઇલ, હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે.

આકર્ષક નાણાકીય પ્રોત્સાહનો: કેપિટલ સબસિડી: સ્થાન અને પ્રવૃત્તિના આધારે ₹150 કરોડની મર્યાદામાં નિશ્ચિત મૂડી રોકાણ (eFCI)ની 10% થી 35% સબસિડી, વ્યાજ સબસિડી: 8 વર્ષ સુધી eFCI ના 5% થી 7%, પાવર ટેરિફ સબસિડી: 5 વર્ષ માટે ₹1/યુનિટ, નાણાકીય સહાય: કામદારો માટે દર મહિને ₹2,000 થી ₹5,000, મહિલા કામદારો માટે વધારાના પ્રોત્સાહનો, પેરોલ અને ટેક્સટાઇલ જોબ વર્ક માટે તાલીમ સહાય દ્વારા સ્વ-સહાય જૂથોને સહાયતા

રોજગાર સર્જન: આ પોલિસી 4 હજારથી વધુ કર્મચારી ધરાવતા એવા એકમોને ટાર્ગેટેડ સપોર્ટ આપશે જ્યાં મોટાપાયે રોજગાર પેદા થાય છે અને જ્યાં ઓછામાં ઓછી 1 હજાર મહિલાઓ કાર્યરત હોય. આવા એકમો વધારાની સબસિડી માટે પાત્ર છે.

પીએમ મિત્ર પાર્ક: પીએમ મિત્ર પાર્ક પહેલ અંતર્ગત ₹ 352 કરોડના ખર્ચે નવસારીના વાંસી ખાતે અત્યાધુનિક ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.