ઇન્ટિગ્રેટેડ એગ્રી-ડ્રોન કંપની AITMC વેન્ચર્સ (AVPL)એ NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
નવી દિલ્હી, 31 ઓક્ટોબર: ડ્રોન ટેક્નોલોજીની આસપાસ સમગ્ર કૃષિ વેલ્યુ ચેઇનને આવરી લેતાં આત્મનિર્ભર ઇકોસિસ્ટમ વિકસાવવામાં અગ્રેસર AITMC વેન્ચર્સ લિમિટેડ (AVPL)એ NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિશેર રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા 2,07,32,000 ઇક્વિટી શેર્સ સુધીનો ફ્રેશ ઇશ્યૂ ઓફર કરશે.
કંપનીના પ્રમોટર્સ અને કંપનીની કામગીરી
ગુરૂગ્રામ સ્થિત કંપની મુખ્યત્વે ત્રણ બિઝનેસ વર્ટિકલ – સ્કિલ ડેવલપમેન્ટ, ડ્રોન સ્કિલિંગ એન્ડ એસેમ્બલિંગ તથા એગ્રી-રિટેઇલમાં કાર્યરત છે. ઉદ્યોગસાહસિક દીપ સિહાગ સિસાઇ (મેનેજિંગ ડાયરેક્ટર) અને પ્રીત સંધુ (ચેરમેન) દ્વારા વર્ષ 2016માં સ્થાપિત AVPL નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) દ્વારા પ્રમાણિત કેટેગરી એ ટ્રેનિંગ પાર્ટનર છે તથા બીજા ટ્રેનિંગ પ્રોવાઇડર્સ સહિત સરકારી વિભાગો અને એજન્સીઓની વિશાળ શ્રેણીને સેવા પૂરી પાડે છે. તેની બે પેટા કંપની છે – એસપીએચ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ અને ફાર્મર્સ સિટી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, જે ઇકોસિસ્ટમને સક્ષમ કરે છે. એસપીએચ ડીજીસીએ-મંજૂરી પ્રાપ્ત ડ્રોન પાઇલોટ ટ્રેનિંગ પ્રોગ્રામ તેના આરપીટીઓ ખાતે ઓફર કરે છે. તેની સાથે ફાર્મર્સ સિટી ઇન્ટરનેશનલ ફાર્મર્સ સિટી માર્ટ્સ (એફસીએમ)ની સ્થાપના કરીને સામુદાયિક જોડાણને બળ આપે છે, જે કૃષિની જરૂરિયાતો માટે વ્યાપક વન-સ્ટોપ શોપ તરીકે સેવા આપે છે.
AVPLના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર દીપ સિહાગ સિસાઇએ જણાવ્યું હતું કે, વર્ષ 2016થી અમે એકીકૃત અને મજબૂત ઇકોસિસ્ટમની રચના ઉપર કેન્દ્રિત રહ્યાં છીએ. લિસ્ટેડ કંપની બનવાની દિશામાં અમારી સફર ભારતીય કૃષિ ઇકોસિસ્ટમને ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ તથા મજબૂત ઉકેલો દ્વારા સમૃદ્ધ કરવાની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે. અમને વિશ્વાસ છે કે કૃષિક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજી અપનાવવાથી ડ્રોન-એઝ-અ-સર્વિસ (ડીએએએસ) ઓફરિંગ્સ માટે વૃદ્ધિની અપાર તકોનું સર્જન થશે. આ ઉપરાંત અમે સરકારી પ્રોત્સાહનો અને સપોર્ટનો પણ લાભ મેળવીએ છીએ, જે કૃષિક્ષેત્રે રોજગાર અને આવકમાં વધારો કરવા જેવી સરકારી પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે.
કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગઃ તેની પેટા કંપનીઓમાં રોકાણ કરીને નવીન બિઝનેસ પહેલ માટે કરશે. ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી માટે પણ કરાશે. | ઇશ્યૂના લીડ મેનેજર્સઃ એસકેઆઇ કેપિટલ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે તથા ઇશ્યૂના રજીસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે. |
આગામી ઇશ્યૂ વિશે પ્રતિક્રિયા આપતાં એસકેઆઇ કેપિટલ સર્વિસિસ લિમિટેડના પાર્ટનર ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ઘનિષ્ઠ નાગપાલે જણાવ્યું હતું કે, AVPL ટેક્નોલોજી, કૃષિ અને કૌશલ્ય વિકાસની ઇકોસિસ્ટમનો લાભ લેવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. દીપ અને તેની ટીમ પાસે એક બેજોડ બિઝનેસ મોડલ છે જે આગામી આઇપીઓ સાથે આગલા સ્તર સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યું છે. એસકેઆઇ કેપિટલમાં ખાતે અમે મૂલ્ય નિર્માણ માટે તકો પહોંચાડવાનું લક્ષ્ય રાખીએ છીએ – એવી કંપનીઓ સાથે ભાગીદારી કરવી જે સ્કેલેબલ, ટકાઉ અને સ્થિર વૃદ્ધિ માટે સંભવિત ઓફર કરે છે.