અમદાવાદ, 27 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ લિસ્ટિંગના શુષ્ક માહોલ વચ્ચે હેપ્પી ફોર્જિંગના આઈપીઓએ ઝાઝું નહિં પરંતુ 17.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોનો નિરાશા દૂર કરવામાં મદદ કરી છે. કારણકે, ગઈકાલે મુથુટ માઈક્રોફિન, સુરજ એસ્ટેટના આઈપીઓના નેગેટીવ લિસ્ટિંગ બાદ આજે અન્ય બે ક્રેડો બ્રાન્ડ્સ અને આરબીઝેડ જ્વેલર્સના ફ્લેટ લિસ્ટિંગે રોકાણકારોને હતાશ કર્યા હતા.

હેપ્પી ફોર્જિંગ લિ. (Happy Forging IPO Listing)નો રૂ. 1008 કરોડનો આઈપીઓ બીએસઈ ખાતે 17.79 ટકા પ્રીમિયમે 1001.25ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 22.18 ટકા વધ્યો હતો. નીચામાં 961 થયો હતો. 11.20 વાગ્યે 20.24 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી 1022.50 પર કારોબાર થઈ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં હેપ્પી ફોર્જિંગ લિ.ના આઈપીઓ માટે રૂ. 250 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેની તુલનાએ લિસ્ટિંગ 29 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ નિષ્ણાતોએ આપ્યો હતો. વર્તમાન માર્કેટ વોલેટિલિટી વચ્ચે રોકાણકારોને પ્રોફિટ બુક કરવા સલાહ પણ આપી છે.

હેપ્પી ફોર્જિંગનો આઈપીઓ કુલ 82.63 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. જેમાં ક્યુઆઈબીએ સૌથી વધુ 214.65 ગણી એપ્લિકેશન્સ કરી હતી. એનઆઈઆઈ 63.45 ગણો અને રિટેલ પોર્શન 15.40 ગણો ભરાયો હતો.

એચએફએલ પ્રિસિજન મશીન કોમ્પોનન્ટ્સમાં ટોચની કંપની છે. જે ટોપ અને બોટમ લાઈનમાં ટકાઉ ગ્રોથ ધરાવે છે. કંપની આઈપીઓ ફંડિંગનો ઉપયોગ વિસ્તરણ યોજના માટે કરવાની છે. કંપનીએ અપેક્ષા કરતાં નીચા દરે રિટર્ન કરાવ્યું છે, જો કે, તેના મજબૂત ફંડામેન્ટલ્સ, અને ગ્રોથને જોતાં શેર પ્રત્યે નિષ્ણાતો આશાવાન છે. રોકાણકારોને તેના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી કરે, ત્યારબાદ તેમાં રોકાણ વધારવા સ્ટોકબોક્સના ધ્રુવ મુદરાડ્ડીએ સલાહ આપી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)