હર્ષા એન્જિનિયર્સનો IPO બીજા દિવસના અંતે 10.35 ગણો છલકાયો

અમદાવાદઃ અમદાવાદ સ્થિત એન્જિનિયરિંગનો IPO બીજા દિવસના અંતે કુલ 10.35 ગણો છલકાઇ ગયો છે. શુક્રવારે હજી છેલ્લો દિવસ છે. તે જોતાં IPOને જબરજસ્ત રિસ્પોન્સ મળવાની ધારણા બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. ક્યૂઆઈબી પોર્શન 1.63 ગણો, એનઆઇઆઇ પોર્શન 24.91 ગણો જ્યારે રિટેલ પોર્શન 9.14 ગણો અને એમ્પ્લોઇ પોર્શન 6.34 ગણો છલકાયો છે.

IPO SUBSCRIPTION AT A GLANCE

CATEGORYSUBSCRIBED
ક્યૂઆઈબી1.63 ગણો
એનઆઇઆઇ24.91 ગણો
રિટેલ9.14 ગણો
એમ્પ્લોઇ6.34 ગણો
TOTAL10.35 ગણો
સ્રોતઃ બીએસઇ

તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો IPO તાલ-મેલ જાળવવામાં નિષ્ફળ

તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો ઇશ્યૂ આજે ડિસ્કાઉન્ટમાં ખૂલવા સાથે રોકાણકારોના ઉત્સાહ સાથે તાલ-મેલ મિલાવવામાં નિષ્ફળ ગયો છે. રૂ. 510ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 510ના મથાળે જ ખુલી ઉપરમાં રૂ. 519 થઇ નીચામાં રૂ. 484.50ના લેવલ સુધી ઘટી ગયા બાદ છેલ્લે રૂ. 508.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં રૂ. 1.55 (0.30 ટકા)નું ડિસ્કાઉન્ટ દર્શાવે છે. આજે 2.24 લાખ શેર્સના વોલ્યૂમ સાથે બીએસઇ ખાતે રૂ. 11.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. બેન્કનું માર્કેટકેપ રૂ. 8051.38 કરોડ થયું છે. બજાર નિષ્ણાતો શેર હોલ્ડ કરી રાખવાની સલાહ આપી રહ્યા છે.

તામિલનાડ બેન્ક શેરની ઇન્ટ્રા-ડે ચાલ

વિગતરૂપિયા
ઇશ્યૂ પ્રાઇસ510
ખૂલ્યો510
વધી519
ઘટી484.50
બંધ508.45
ઘટાડો (રૂ.)1.55
ઘટાડો (ટકા)0.30

(સ્રોતઃ BSE)