hBits 3થી 4 વર્ષમાં ગુજરાતમાંથી રૂ. 1500થી 2000 કરોડનું રોકાણ મેળવશે
અમદાવાદ, 20 ડિસેમ્બરઃ કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે ફ્રેક્શનલ ઑનરશિપ પ્લેટફોર્મ hBits (એચબિટ્સ)ને આગામી 3થી 4 વર્ષ દરમિયાન પ્લેટફોર્મ મારફતે ગુજરાતમાંથી હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (HNI) અને રોકાણકારો પાસેથી રૂ. 1500 કરોડથી રૂ. 2000 કરોડનાં મૂલ્યનું રોકાણ મેળવવાની અપેક્ષા છે. કંપની એના ફ્રેક્શનિલ ઑનરશિપ મોડલ મારફતે ભારતમાં મુખ્ય બજારોમાં ગ્રેડ A કમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણની સુવિધા આપે છે.
HNIની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદ દેશમાં છઠ્ઠા ક્રમે | ભારતમાં ગ્રેડ એ ઓફીસનું સ્તર 700 મિલિયન ચોરસ ફીટ |
હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (HNI)ની મોટી સંખ્યા ધરાવતા ભારતમાં ટોચના છ શહેરોમાં અમદાવાદ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં અન્ય શહેરોમાં સુરત અને રાજકોટમાં પણ HNIની સંખ્યા વધારે છે. hBits ફ્રેક્શનલ ઑનરશિપ (આંશિક માલિકી) મારફતે સમગ્ર ભારતમાં ઓફિસો, વેરહાઉસિસ વગેરે જેવી ગ્રેડ A કમર્શિયલ પ્રોપર્ટીઓમાં રોકાણ કરવા તથા 18 ટકા સુધીના IRR સાથે 10 ટકા સુધી ભાડાનું સરેરાશ વળતર મેળવવાની HNIs માટે ઈનોવેટિવ તકો પૂરી પાડે છે. | ભારતમાં ગ્રેડ A ઓફિસોએ 700 મિલિયન ચોરસ ફીટનાં મહત્વપૂર્ણ સીમાચિહ્નને સર કર્યું છે અને ઓફિસ સ્ટોક્સ વર્ષ 2030 સુધીમાં 1 અબજ ચોરસ ફીટ સુધી પહોંચશે, જે માટે ઉદ્યોગનાં મજબૂત ફંડામેન્ટલ્સ અને સતત માગ મુખ્ય જવાબદાર પરિબળો છે. અમદાવાદ 4.6 મિલિયન ચોરસ ફીટથી વધારે ગ્રેડ A કમર્શિયલ ઓફિસ સ્પેસ ધરાવે છે, જે મહાનગરના મજબૂત વ્યવસાયિક માળખાને પ્રતિબિંબિત કરે છે. કંપની એના પોર્ટફોલિયોનું વ્યૂહાત્મક વિસ્તરણ કરે છે |
hBitsનાં સ્થાપક અને સીઇઓ શિવ પારેખએ કહ્યું હતું કે, “ફ્રેક્શનલ ઑનરશિપ મોડલ (આંશિક માલિકીના મોડલ) પર રોકાણકારનો વિશ્વાસ હાલ ઘણો ઊંચો છે, ખાસ કરીને સેબીએ તાજેતરમાં SM REITs પ્રસ્તુત કરવા અને નિયમનકારી માળખાનું સર્જન કરવાની દરખાસ્તો રજૂ કર્યા પછી. hBits આ મોડલના પથપ્રદર્શકો પૈકીની એક છે અને છેલ્લાં 4 વર્ષમાં અમે આંતરરાષ્ટ્રીય સ્તરની કમર્શિયલ પ્રોપર્ટીઓમાં ભારતીય રિટેલ રોકાણકારો માટે આશરે રૂ. 260 કરોડનાં મૂલ્યનાં રોકાણની સુવિધા આપી છે.”
શિવએ ઉમેર્યું હતું કે, “ગુજરાત અમારા મુખ્ય બજારો પૈકીનું એક બજાર હંમેશા છે અને આ રાજ્યમાંથી અમારા પ્લેટફોર્મ પર અત્યાર સુધી કુલ રોકાણકારોમાંથી લગભગ 20 ટકા રોકાણકારો મળ્યાં છે. ગુજરાતમાંથી રોકાણકારો સમગ્ર ભારતમાં પથરાયેલી ગ્રેડ Aની કમર્શિયલ એસેટ્સમાં રોકાણ કરીને તેમના રોકાણમાં વિવિધતા લાવવા અને તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવીને આંશિક માલિકી મેળવવા માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્રમાં સકારાત્મક સેન્ટિમેન્ટ્સ વચ્ચે અમારો ઉદ્દેશ રાજ્યમાંથી અમારા રોકાણકારની સંખ્યા અને તેમનાં રોકાણનું મૂલ્ય એમ બંને વધારવાનો છે. રાજ્યનાં HNI (હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ) અમારાં મુખ્ય લક્ષિત વર્ગ તરીકે જળવાઈ રહ્યાં છે અને અમે આગામી થોડાં ત્રિમાસિક ગાળાઓમાં તેમના સુધી સક્રિય રીતે પહોંચીશું.”
કંપનીની હાલની એયુએમ અંદાજિત રૂ. 260 કરોડની
hBitsએ તાજેતરમાં મુંબઈનાં ગોરેગાંવમાં 13,500 ચોરસ ફીટ કમર્શિયલ રિયલ એસ્ટેટની ખરીદી કરી હતી, જેનો ઉદ્દેશ રિટેલ રોકાણકારો માટે અંદાજે રૂ. 28 કરોડનાં મૂલ્યની રોકાણની તક સર્જન કરવાનો છે. નવી એસેટની પ્રસ્તુતિત અગાઉના રૂ. 89 કરોડનાં નાણાકીય વ્યવહારો પછી થઈ છે. કંપનીની હાલ કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) અંદાજે રૂ. 260 કરોડની છે અને એનો ઉદ્દેશ વર્ષ 2024ના અંત સુધીમાં રૂ. 1000 કરોડની એયુએમ હાંસલ કરવાનો છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)