મુંબઈ જૂન 14: HDFC લાઈફ 7 જૂન, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટના (AUM) આંકડાને ₹2.5 લાખ કરોડને પાર કરી જઈ વધુ એક મહત્વનું સીમાચિહ્ન સર કર્યું છે. HDFC લાઈફે પોતાના AUMમાં સ્થિરતાપૂર્વક વધારો કર્યો છે અને 2015થી દર ચાર વર્ષે તેને લગભગ બમણું કર્યું છે. 31મી માર્ચ, 2023ના રોજ, કંપની 70:30નો  ડૅબ્ટઃઈક્વિટી રૅશિયો ધરાવે છે અને ડૅબ્ટ રોકાણમાંથી ~99% સરકારી બૉન્ડ્સ તથા AAA રેટિંગ ધરાવતી સિક્યોરિટીઝમાં છે. જવાબદારીભર્યા રોકાણના વ્યવસ્થાકર્તા તરીકે, HDFC લાઈફ યુએનનો ટેકો ધરાવતા પ્રિન્સિપલ્સ ફૉર રિસ્પૉન્સિબલ ઈન્વેસ્ટમેન્ટ (PRI) પર સહી કરનાર હોવાનું HDFC લાઈફનાં એમડી અને સીઈઓ, વિભા પડાલકર જણાવે છે.