મુંબઈ, 13 માર્ચ: HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC એમએફ)ના ઈન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કં.લિ.દ્વારા HDFC નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ ફંડ શરૂ કરવામાં આવ્યો છે. આ ફંડનો એનએફઓ 7મી માર્ચ 2024ના રોજ ખુલ્યો છે અને 21મી માર્ચ,2024ના રોજ બંધ થશે.

રિયલ્ટી સેક્ટર અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું છે, કારણ કે તે કેટલાક સેક્ટર પૈકીનું એક સેક્ટર છે કે જે આર્થિક વૃદ્ધિ, રોજગારી તથા સરકારી આવકો માટે ચાલકબળ છે. રેસિડેન્શિયલ, કોમર્શિયલ, રિટેલ, હોસ્પિટાલિટી તથા એસઈઝેડ પ્રોજેક્ટોનાં વ્યાપક પ્રમાણમાં વિકાસ સાથે રિયલ્ટી સેક્ટર લાંબા ગાળાની વૃદ્ધિને લગતી સંભાવના ધરાવે છે. અફોર્ડેબિલિટીમાં સુધારો, વધેલા શહેરીકરણ તથા સરકારની વિવિધ પહેલો મારફતે પારદર્શિતામાં જે સુધારો આવ્યો છે તેને લીધે આવનારા વર્ષો માટે વૃદ્ધિને વેગ મળી શકે છે. આ ઉપરાંત,છેલ્લા 6-7 વર્ષ દરમિયાન લેવરેજીસમાં ઘટાડો તથા ઊંચી નફાકારકતા સાથે સેક્ટરના ફોર્મલાઈઝેશનની ચાલતી પ્રક્રિયા સાથે લિસ્ટેડ કંપનીઓના ફંડામેન્ટલ્સમાં ખૂબ જ સારો સુધારો થયો છે.

આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જેનો ઉદ્દેશ નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સને રિપ્લિકેટ કરવાનો છે. આ ફંડ એવા રોકાણકારો માટે અનુકૂળ હોઈ શકે છે કે જેઓ રિયલ્ટી સેક્ટરની વિકાસ ક્ષમતામાં વિવિધ રીતે રોકાણ કરવા ઈચ્છે છે તથા ભારે અફરા-તફરીભરી સ્થિતિને લઈ એકંદરે સહનશીલતા ધરાવે છે.

HDFC નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ ફંડ લોંચ કરવા અંગે ટિપ્પણી કરતાં HDFC એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર નવનીત મુનોતે જણાવ્યું હતું કે, અમે આ ક્ષેત્રમાં અમારા 20+ વર્ષની નિપૂર્ણતાનો લાભ મેળવીને ઈન્ડેક્સ સોલ્યુશન્સમાં શ્રેષ્ઠ યોગદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)