અમદાવાદ, 11 નવેમ્બર: એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 10.75 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે નાણાંકીય વર્ષ 2023ના પહેલા અર્ધવાર્ષિક ગાળાના રૂ. 10.16 કરોડના ચોખ્ખા નફાની સામે 6% વૃદ્ધિ છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 158.31 કરોડની કામગીરીથી આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2023ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 123.85 કરોડની આવકની સરખામણીએ વાર્ષિક ધોરણે 28%ની વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન એબિટા રૂ. 27.58 કરોડ નોંધાઈ હતી, જે નાણાંકીય વર્ષ 2023ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 20.18 કરોડથી વાર્ષિક ધોરણે 37% વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે ઈપીએસ રૂ. 12.64 પ્રતિ શેર નોંધાઈ હતી.

રાજીવ ગાંધી, એમડી, સીઇઓ, હેસ્ટર બાયોસાયન્સિસ

કન્સોલિડેટેડ પરિણામોમાં નેપાળ અને તાન્ઝાનિયાની પેટાકંપનીઓની કામગીરીનો સમાવેશ થાય છે. હેસ્ટર નેપાળનું ટર્નઓવર નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં મુખ્યત્વે વેક્સિનના સ્થાનિક વેચાણના પગલે રૂ. 0.73 કરોડનું હતું, જેમાં રૂ. 0.71 કરોડની કુલ ચોખ્ખી ખોટ હતી. નિકાસ અને આંતરરાષ્ટ્રીય ટેન્ડરોની તમામ અસર નેપાળમાં પણ અનુભવાઈ છે પરંતુ અમે સ્થાનિક વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીને તે અસરને તટસ્થ કરી રહ્યા છીએ જે ઘણી સંભાવનાઓ દર્શાવે છે.

હેસ્ટર આફ્રિકાએ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1.96 કરોડના કુલ નિકાસ વેચાણ ચાલુ રાખ્યું છે જેમાં રૂ. 4.92 કરોડની એકંદર ખોટ જોવાઈ જે મુખ્યત્વે ઉધાર પરના વિદેશી વિનિમયની વધઘટને કારણે ઉદ્ભવ્યું છે.

ParticularQ2H1
FY24FY23Ch.FY24FY23Ch.
Revenue 70.573.2-4%15812428%
EBITDA13.212.74%27.620.237%
PAT4.06.6-39%10.710.26%
EPS4.77.8-39%12.612.06%
Consolidated Financial Highlights (Rs. Crore)

પ્લાન્ટ 6 રજિસ્ટર્ડ વેક્સિન સાથે તૈયાર છે અને અન્ય 5 આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં રજિસ્ટર થવાની તૈયારીમાં છે. રજિસ્ટ્રેશન પ્રોસેસની બહુપ્રતીક્ષિત હાર્મોનાઇઝેશન અમલીકરણ હેઠળ છે, જે પછી અમને અન્ય પૂર્વ આફ્રિકન દેશોમાં તરત જ અમારી રસીઓનું માર્કેટિંગ શરૂ કરવામાં સક્ષમ બનાવશે, જે પ્રક્રિયા પૂર્વ આફ્રિકન સમુદાયમાં એક વર્ષ પહેલાં લાગુ કરવામાં આવી હોવાનું માનવામાં આવતું હતું. આફ્રિકન દેશોની નબળી ખરીદશક્તિને કારણે હાલમાં વેચાણમાં ઘટાડો થયો છે. સંયુક્ત સાહસ એકમ, થ્રિશૂલ એક્ઝિમ લિમિટેડ, તાન્ઝાનિયામાં હેસ્ટરનો હિસ્સો નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 0.99 કરોડ વધ્યો છે.

એનિમલ હેલ્થકેર વિભાગ

  1. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં, એનિમલ હેલ્થકેર વિભાગે મુખ્યત્વે ગોટ પોક્સ વેક્સિનના અસમાન વેચાણને કારણે વેચાણમાં 16% ઘટાડો અનુભવ્યો હતો. પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) ફાટી નીકળવાના પ્રતિભાવમાં નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં ગોટ પોક્સ રસી (જીપીવી)ની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો હતો.
  2. એ નોંધવું અગત્યનું છે કે, જીપીવી વેચાણ નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના બંને ત્રિમાસિક ગાળામાં વિતરિત કરવામાં આવ્યું હતું. આનાથી વિપરીત અગાઉના વર્ષમાં જીપીવી વેચાણ બીજા ત્રિમાસિક ગાળામાં કેન્દ્રિત હતું. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે જીપીવીના એકંદર વેચાણે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના આંકડાઓ સાથે સુસંગતતા જાળવી રાખી છે.

પોલ્ટ્રી હેલ્થકેર વિભાગ

નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં, પોલ્ટ્રી હેલ્થકેર વિભાગે એકંદર વેચાણમાં 4% ઘટાડો જોયો હતો.

1. ઘરેલું રસીના વેચાણમાં 6%ની વૃદ્ધિ જોવા મળી હતી, જે સતત છ ક્વાર્ટરના ઘટાડા પછી નોંધપાત્ર વળતર દર્શાવે છે, જે વેચાણની કામગીરીમાં સુધારો અને સારા ફાર્મ ઇકોનોમિક્સને આભારી છે.

2. તેનાથી વિપરીત, નિકાસ વેચાણમાં નોંધપાત્ર 43% ઘટાડો થયો હતો. નિકાસમાં આ ઘટાડો આફ્રિકન દેશોમાં વિદેશી હૂંડિયામણની મર્યાદાઓને લીધે હતો, જેના કારણે તેમની ખરીદ ક્ષમતામાં ઘટાડો થયો હતો અને તેના પગલે વૃદ્ધિ ઘટી હતી.

Standalone Financial Highlights Revenues

DivisionQ2H1
FY24FY23Change %FY24FY23Change %
Animal Healthcare30.4736.08-16%52.9448.1510%
Poultry Healthcare33.9635.45-4%64.2569.87-8%
Petcare0.940.4798%1.740.56212%
Others*26.79100%
Product Sales65.37 72.00-9%145.72118.5823%
License & services fees1.06 – 100%1.06 3.95-73%
Revenue from Operations66.43 72.00-8%146.78122.53 20%

* includes exports of other pharmaceutical products