સોના અને ચાંદીના લેટેસ્ટ અને પરફેક્ટ ભાવ કેવી રીતે જાણશો?
મુંબઇ, 26 જૂનઃ વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેજીને કારણે ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાની કિંમત 128 રૂપિયાનો વધારો નોંધાયો છે. વાયદા બજારમાં 10 ગ્રામના ભાવ રૂ.58435ના પર ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર એક કિલોગ્રામ ચાંદીના ભાવ લગભગ રૂ.850 વધીને રૂ.68924 પર ટ્રેડ થઇ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ટ્રેન્ડ જાણો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની કિંમત ઔંસ દીઠ $1936 પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી પણ લગભગ 2 ટકાની મજબૂતાઈ સાથે $23ની નજીક ટ્રેડ કરી રહી છે. કોમેક્સ પર ઔંસ દીઠ ભાવ $22.77 પર ટ્રેડ થઈ રહી છે. ગયા સપ્તાહે સોનામાં 2% અને ચાંદીમાં 7.5% નો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સોના અને ચાંદીના ભાવ 3 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા.
રિટેલમાં ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપો
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ibja દ્વારા ભાવ રજૂ કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રિટેલમાં ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. આ સિવાય, સતત અપડેટ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com પર મેળવી શકો છો.
આપને જણાવી દઈએ કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા રજૂ કરાયેલ ભાવ અલગ-અલગ પ્યોરિટીના સોનાના સ્ટાન્ડર્ડ ભાવ વિશે માહિતી આપે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાના હોય છે. IBJA દ્વારા રજૂ કરાયેલા ભાવ દેશભરમાં સર્વમાન્ય છે. આ ભાવમાં GST સામેલ હોતો નથી. આપને જણાવી દઈએ કે જ્વેલરી ખરીદતી વખતે ટેક્સના સમાવેશને કારણે સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે.