InCred ફાયનાન્સિયલ સર્વિસીસ Rs 300 કરોડનો સિક્યોર્ડ એનસીડી પબ્લિક ઈશ્યુ યોજશે
અમદાવાદ,18 ઓક્ટોબર : InCred ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડે (અગાઉ KKR ઇન્ડિયા ફાયનાન્સિયલ સર્વિસીસે લિમિટેડ તરીકે ઓળખાતું હતું) 11 ઓક્ટોબર, 2023 ના રોજ Rs 1,000 ની ફેસ વેલ્યુના સુરક્ષિત, રેટ કરેલ, સૂચિબદ્ધ, રિડીમ કરવા યોગ્ય, અપરિવર્તનીય ડિબેન્ચરના જાહેર ઇશ્યૂ માટે તેનું પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. ઇશ્યૂ 25 ઓક્ટોબરે ખૂલી 7 નવેમ્બરના રોજ બંધ થાય છે. ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા NCD ને CRISIL A+/સ્ટેબલ (સ્ટેબલ આઉટલૂક સાથે CRISIL A પ્લસ રેટિંગ તરીકે ઉચ્ચારવામાં આવે છે) રેટિંગ આપવામાં આવ્યું છે.
અરજીનું લઘુત્તમ કદ Rs 10,000 (એટલે કે 10 NCD) અને ત્યાર બાદ તેના Rs 1,000 (એટલે કે 1 NCD) ના ગુણાંકમાં હશે. આ ઈશ્યુમાં માસિક, ત્રિમાસિક અને વાર્ષિક કૂપન પેમેન્ટ સાથે NCD માટે 18 મહિના, 24 મહિના અને 36 મહિનાના પરિપક્વતા/કાર્યકાળના વિકલ્પો છે. જે શ્રેણી I, II, III, IV અને V માં ઓફર કરવામાં આવે છે. વિવિધ શ્રેણીઓમાં NCD ધારકો માટે અસરકારક ઉપજ વાર્ષિક 9.88% થી 10.29% સુધીની છે.
ઈસ્યુની ચોખ્ખી આવકમાંથી, ઓછામાં ઓછી 75% ચોખ્ખી આવકનો ઉપયોગ આગળના ધિરાણ, ઉધારી અને કંપનીના હાલના ઉધારના વ્યાજ અને મુદ્દલની ચુકવણી માટે કરવામાં આવશે) અને ચોખ્ખી આવકના મહત્તમ 25% સુધીનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે.
નાણાકીય વર્ષ 2023 માટે, કામગીરીમાંથી કંપનીની એકીકૃત કુલ આવક Rs 864.58 કરોડ હતી અને નાણાકીય વર્ષ 2023 માટે કરવેરા પહેલાં એકીકૃત ચોખ્ખો નફો Rs 203.17 કરોડ હતો.
જૂન 2023 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના માટે, ઓપરેશન્સમાંથી કુલ આવક Rs 266.94 કરોડ હતી અને આ સમયગાળા માટે ટેક્સ પહેલાંનો નફો Rs 82.99 કરોડ હતો.