અમદાવાદ, 7 ઓગસ્ટઃ વ્યાપક વિતરણ નેટવર્ક અને સ્કેલેબલ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હરિયાણાના ગુરુગ્રામ સ્થિત રિટેલ ફોકસ્ડ એફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડે સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

કંપની રૂ. 1800 કરોડ સુધીના IPO દ્વારા ઇક્વિટી શેરની ઓફર (દરેક રૂ. 5ની ફેસ વેલ્યુના) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં રૂ. 1000 કરોડ સુધીના ઈક્વિટી શેરના નવા ઈશ્યૂ અને રૂ. 800 કરોડ સુધીના વેચાણ શેરધારકો દ્વારા વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર”)નો સમાવેશ થાય છે. કંપની તાજા ઇશ્યૂથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ (1) હવે પછીના ધિરાણ માટે ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે.

ઇક્વિટી શેર કે જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે. બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ICICI સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, કોટક મહિન્દ્રા કેપિટલ, એમ્બિટ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.