ભારતમાં વીમા પ્રિમીયમ 2030 સુધીમાં 5000 અબજ રૂપિયાને વટાવી દે તેવી ધારણા

ગ્રેટર નોઇડા, 15 ઓક્ટોબર: 20 વર્ષનાં ઐતિહાસિક ડેટાનાં આધારે વર્ષ 2030 સુધીમાં જનરલ ઇન્શ્યોરન્સ પ્રિમીયમનો આંક રૂ. 3,91,216 કરોડને વટાવી દે તેવી ધારણા છે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટ્રેઇનિંગ (BIMTECH) એ સૌ પ્રથમ વાર ઇન્શ્યોરન્સ ઇન્ડિયા રિપોર્ટ પ્રસિધ્ધ કર્યો છે. અહેવાલનાં મહત્વનાં તારણોમાંનું એક એ છે કે  જો કે, વર્ષ 2047 સુધીમાં દરેક ઘરમાં ફુલ ઇન્શ્યોરન્સ કવરેજ હાંસલ કરવાના હેતુથી હાથ ધરવામાં આવેલા નિયમનકારી સુધારા અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ તથા મધ્યસ્થીઓમાં અંદાજિત વધારાને જોતાં આદર્શ પ્રિમીયમ લેવલ વર્ષ 2030 સુધીમાં ઇન્ડસ્ટ્રીનું પ્રિમીયમ વોલ્યુમ રૂ. પાંચ લાખ કરોડને વટાવી દે તેવી ધારણા છે. એનઆઇએ પૂણેના  પ્રો. સ્ટુઅર્ડ ડોસ અને BIMTECH ખાતે ડીન, (SW&SS),  પ્રોફેસર અને ચેરપરસન PGDM- (ઇન્શ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ), પ્રો. અભિજીત કે ચત્તોરાજે હાથ ધરેલો અભ્યાસ વર્ષ 2001-2022 વચ્ચે જીઆઇ બિઝનેસની તમામ મહત્વની લાઇન્સ પર આધારિત છે.   

ભારતમાં વૃધ્ધોની વસતિમાં વધારો થવાની ધારણા છે, 2040 સુધીમાં દેશની 20 ટકા વસતિ 60થી વધુ વર્ષની હશે. 2030માં મધ્યમ આવક અને ઊંચી આવક ધરાવતા પરિવારોમાં વૃધ્ધિને કારણે વીમાની માંગ વધશે. 2024-25 સુધીમાં રિસ્ક બેઝ્ડ કેપિટલ(RBC) ના અમલને કારણે રિસ્ક-બેઝ્ડ પ્રિમીયમ રેટ અને પ્રોડક્ટ ઇનોવેશન શક્ય બનશે. ગ્રાહકોમાં ડિજિટલનાં વધતા જતા ઉપયોગને કારણે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ અનુભવ અને ટેકનોલોજીનાં ઉપયોગને વેગ મળશે. B2C, B2B અને B2B2C જેવાં નવાં ઓનલાઇન ડિસ્ટ્રીબ્યુશન મોડલ્સ વૃધ્ધિનાં મહત્વનાં ચાલકબળો સાબિત થશે.

મ્યુચ્યુઅલ ઇન્શ્યોરન્સ કંપનીઓ દેશભરમાં માઇક્રો-ઇન્શ્યોરન્સને પ્રોત્સાહન આપવામાં અને સ્થાનિક સમુદાયને સહભાગી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ્સ (CIS) અને મેડિકલ ખર્ચ માટે 100 ટકા કેશલેસ સેટલમેન્ટ જેવી ગ્રાહક-કેન્દ્રી  પહેલ વિશ્વાસ નિર્માણ અને લાંબા ગાળાની વૃધ્ધિ સુનિશ્ચિત કરવા જરૂરી છે.

અહેવાલમાં વીમા ક્ષેત્રમ માટે નિયમનકારી સુધારા સૂચવવામાં આવ્યા છે, અને ઇન્સ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટમાં PGDM પ્રોગ્રામ સાથે વીમા શિક્ષણની દિશામાં BIMTECHની પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.