મુંબઇ, 15 ઓક્ટોબર: ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે મુંબઇ અને પૂણે શહેરોમાં નવા બેંકિંગ આઉટલેટનું ઉદ્ઘાટન કરતાં પ્રદેશમાં બ્રાન્ચની કુલ સંખ્યા 275 (273 બ્રાન્ડ અને 2 બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ) થઇ છે.

આ પ્રસંગે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ રાજીવ યાદવે કહ્યું હતું કે, બેંક પશ્ચિમ ભારતમાં ડિજિટલ બેંકિંગના પાવરને રજૂ કરવા માટે કટીબદ્ધ છે. મુંબઇ અને પૂણેમાં નવી બ્રાન્ચ અમારી ઉપસ્થિતિને વિસ્તારવાની સાથે-સાથે હાઇ-ટેક, સર્વાંગી બેંકિંગ મોડલ પણ સુનિશ્ચિત કરે છે, જે વધુ વ્યક્તિઓ અને વ્યવસાયો સુધી પહોંચે છે. નવીન ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા અતૂટ છે અને આ વિસ્તરણ તેનો પુરાવો છે.”

આ વિસ્તરણ દ્વારા ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક ડિજિટલ નાણાકીય સમાવેશીકરણ અને પ્રદેશની આર્થિક વૃદ્ધિને બળ આપવાની દિશામાં વધુ એક કદમ ભરી રહી છે. બેંક ઉજ્જવળ ભાવિની અપેક્ષા સાથે સમુદાયની સેવા અને પ્રદેશની સમૃદ્ધિમાં યોગદાન આપવાની કટીબદ્ધતાને પુનઃરજૂ કરે છે.

31 માર્ચ, 2023 સુધીમાં બેંક 19 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,231 બેંકિંગ આઉટલેટનું નેટવર્ક ધરાવે છે, જે 338 જિલ્લાઓ અને 57,186 ગામડાઓને આવરી લે છે. બેંક 42 લાખથી વધુ ગ્રાહકોને સેવા આપે છે અને 14,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે.