જૂન ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ 13.5%, માર્ચ ક્વાર્ટરમાં 4.1 ટકા હતો
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ (2022-23) ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ક્વાર્ટર) દરમિયાન જીડીપી ગ્રોથ 13.5 ટકા રહ્યો હતો. જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ગતવર્ષ કરતાં વધ્યો છે. બુધવારે સરકાર દ્વારા જાહેર કરાયેલ Q1 જીડીપી ડેટા સ્પષ્ટ સંકેત આપે છે કે તમામ પડકારો હોવા છતાં, ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર ખાનગી વપરાશ અને કોન્ટેક્ટ ઈન્ટેન્સિવ સેગમેન્ટના ગ્રોથમાં ઝડપી રિકવરીના કારણે પ્રથમ ક્વાર્ટરમાં આ આર્થિક ગતિ જોવા મળી હતી. ભારતીય રિઝર્વ બેન્કે પ્રથમ ક્વાર્ટરમાં 16.2 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ મૂક્યો હતો. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ લો બેઝ ઈફેક્ટના કારણે તેમજ કોન્ટેક્ટ ઈન્ટેન્સિવ સેગમેન્ટમાં મજબૂત રિકવરી પાછળ 13 ટકાનો ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવાની આગાહી કરી હતી.
જીડીપી ગ્રોથ રેટઃ ક્વાર્ટર ટૂ ક્વાર્ટર એક નજરે
વિગત | જીડીપી ગ્રોથ |
જૂન-21 | 20.1 ટકા |
માર્ચ-22 | 4.1 ટકા |
2021-22 | 8.7 ટકા |
જૂન-22 | 13.5 ટકા |