ઈન્ફિનિયમ ફાર્માકેમનો વાર્ષિક નફો 17% વધી રૂ. 11.50 કરોડ
અમદાવાદ, 3 જૂનઃ ફાર્મા ઇન્ટરમીડિયેટ્સ અને એપીઆઈ, આયોડિન ડેરિવેટિવ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024 માટે રૂ. 11.50 કરોડનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 9.82 કરોડના ચોખ્ખા નફાની સરખામણીએ વાર્ષિક ધોરણે 17.2 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024માં કામગીરીથી આવકો રૂ. 135.66 કરોડ રહી હતી જે માર્ચ, 2023ના રોજ પૂરા થતા સંપૂર્ણ વર્ષ માટે નોંધાયેલી રૂ. 114.22 કરોડની કામગીરીથી આવક કરતાં 18.8 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કરવેરા પૂર્વેનો નફો રૂ. 15.21 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 12.95 કરોડના કરવેરા પૂર્વેના નફા કરતાં 17.4 ટકા વધુ હતો. નાણાંકીય વર્ષ 2024 માટે ઈપીએસ શેરદીઠ રૂ. 8.12 નોંધાઈ હતી.
વર્ષ 2003માં સ્થપાયેલ, ઇન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડ ઉચ્ચ ગુણવત્તાવાળા આયોડિન ડેરિવેટિવ્ઝ અને એપીઆઈનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. 2015માં, ઇન્ફિનિયમે એપીઆઈ ઉત્પાદન માટે એફડીએની મંજૂરી મેળવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ, એગ્રોકેમિકલ, ન્યુટ્રાસ્યુટીકલ, સ્પેશિયાલિટી કેમિકલ વગેરે માટે આરએન્ડડીથી લઈને વ્યાપારી વેચાણ માટે CRAMS તરીકે કામ કરે છે. ઇન્ફિનિયમ ભારતમાં આયોડિન ડેરિવેટિવ્ઝની વિશાળ શ્રેણી પૂરી પાડતી ટોચની 5 કંપનીઓમાં છે, જેમાં 200 કરતાં વધુ ઇન્ટરમીડિયેટ્સ અને 7થી વધુ એપીઆઈ છે. તેની તમામ પ્રોડક્ટ્સ પડકારજનક માંગણીઓ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રદર્શન અને સમગ્ર ઉદ્યોગોમાં અન્ય વિવિધ વ્યાવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવી છે.
કંપની નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 3,400 MT સુધી વધારવાનું વિઝન ધરાવે છે અને તે માટે કંપની ઓર્ગનિક તેમજ ઈનઓર્ગનિક તકો માટે તૈયાર છે. ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે કંપની જીઆઈડીસી સોજિત્રા ખાતે 637.2 એમટી ક્ષમતા સ્થાપવા માટે આશરે રૂ. 10 કરોડનું રોકાણ કરી રહી છે. તે ડબ્લ્યુએચઓ-જીએમપીના ધોરણો અનુસાર આયોડિન ડેરિવેટિવ્ઝ અને એપીઆઈ માટે અત્યાધુનિક ઉત્પાદન સુવિધા હશે. કંપનીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 4,400 ચોરસ ફૂટના વેરહાઉસિંગનું બાંધકામ પણ શરૂ કર્યું છે.
Consolidated Financial Highlights:
Particulars | FY24 | FY23 | Y-O-Y |
Revenue from Operations | 135.66 | 114.22 | 18.76% |
Profit Before Tax | 15.21 | 12.95 | 17.42% |
Net Profit | 11.50 | 9.82 | 17.17% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)