ગ્લોબલ બજારમાં ટેક શેરોમાં આવેલા જંગી ઘટાડાથી સૉફ્ટબેન્કના રોકાણ વાળી InMobiને તેના IPO પ્લાન પર ફરી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. કંપનીના એક ટૉપ એક્ઝિક્યુટિવે કહ્યું છે કંપની તેના એવા આઈપીઓ લૉન્ચ કરવા નથી માંગતી જે હાલમાં લિસ્ટેડ ટેક સ્ટૉકની જેમ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતો જોવા મળે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સમાચાર હતા કે ભારતના પહેલા યુનિકૉર્ન InMobi ડિસેમ્બર 2021 સુધીના અંતમાં યુએસ બજારમાં લિસ્ટે થવાની યોજના ધરાવે છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કંપની 12 થી 15 અબજ ડૉલર વેલ્યૂએશન પર 1 અબજ ડૉલર એકત્ર કરવા માંગે છે. જોકે ગયા વર્ષે અમેરિકા અને ભારતીય બજારમાં તમામ નવી ટેક્નોલૉજી અને ઈન્ટરનેટ પર આધારિત નવા જમાનાના શેર સફળતાપૂર્વક લિસ્ટ થયા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન તેમના માટે સેન્ટિમેન્ટ બગડી ગયું છે. જેના કારણે હાલમાં લિસ્ટ થયેલા તમામ ટેક સ્ટૉક ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. રોકાણકારો વ્યાજ દરમાં વધારો અને આવી રીતે સ્ટૉકના ઊંચા વેલ્યુએશનને લઇને ચિંતિત જોવા મળી રહ્યા છે. વર્તમાન બજાર સ્થિતિઓમાં InMobiના લિસ્ટિંગ પ્લાન પર વાત કરીએ તો કંપનીના ફાઉન્ડર નવીન તિવારીએ કહ્યું કે મારા માટે આઈપીઓના નિશ્ચિત ટાઇમિંગના વિશે જવાબ આપવો મુશ્કેલ હશે. છેલ્લા 3 મહિનાથી બજાર જે રીતથી દબાણના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તે સ્થિતિમાં આવો કોઈ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અમે યોગ્ય સમય પર આઈપીઓના વિશેમાં કોઈ નિર્ણય લઈશું.