ઇન્વેન્ટ્યુરસ નોલેજ સોલ્યુશન્સે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 14 ઓગસ્ટઃ કેર એનેબલમેન્ટ પ્લેટફોર્મ ઈન્વેન્ટ્યુરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં રૂ. 1ની ફેસ વેલ્યુના 2,81,84,060 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કુલ ઓફર સાઇઝમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 2,81,84,060 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
ઇન્વેન્ટ્યુરસ નોલેજ સોલ્યુશન્સ એક વ્યાપક પ્લેટફોર્મ ઓફર કરે છે જે તમામ આઉટપેશન્ટ કેર અને ઇનપેશન્ટ કેરમાં હેલ્થકેર એકમોને સક્ષમ કરે છે. એમ્બ્યુલેટરી કેર તરીકે ઓળખાતી આઉટપેશન્ટ સર્વિસ ફેસિલિટીઝ હોસ્પિટલમાં અથવા અન્ય જગ્યાએ એડમિટ થવાની જરૂર વગર મેડિકલ કેર પૂરી પાડે છે અને તેમાં નિરીક્ષણ, પરામર્શ, નિદાન, પુનર્વસન, હસ્તક્ષેપ અને સારવાર સેવાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં અથવા તબીબી એકમમાં દાખલ થયા હોય તેમના માટે તબીબી સારવારની જોગવાઈ એટલે કે ઇનપેશન્ટ કેરમાં રાત્રિ રોકાણ અથવા વધુ લાંબો સમય સુધી રોકાવાની જરૂર પડે છે.
યુએસમાં પ્રોવાઇડર એનેબલમેન્ટ ટેક્નોલોજી સોલ્યુશન્સ માટેનું કુલ એડ્રેસેબલ માર્કેટ 2028 સુધીમાં 323 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. 2027માં અંદાજિત કુલ એડ્રેસેબલ માર્કેટની સરખામણીમાં વર્તમાન બજારનો પ્રવેશ મર્યાદિત રહ્યો છે, જે વૃદ્ધિની આ તકો ઝડપવા માટે ઇન્વેન્ટ્યુરસ નોલેજ સોલ્યુશન્સ જેવા હેલ્થકેર પ્રોવાઇડર એનેબલમેન્ટ સોલ્યુશન્સ જેવા પ્રોવાઇડર્સ માટે વણખેડાયેલી બજારની નોંધપાત્ર તકો રજૂ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)