Tata elexipersistence systemsoracle financial
Affle IndiaCyientKellton Tech
TCSINFOSYSZENSAR

અમદાવાદ, 19 નવેમ્બરઃ તાજેતરમાં સોશિયલ મિડિયા ઉપર વાઇરલ થયેલા વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગરબા ગાતાં તો રશ્મિકા મંદાનાના ચહેરાનો ઉપયોગ કરી તેની તસ્વીરો વાયરલ થઇ હતી એક મહિલાની સાથે નાણાકીય છેતરપિંડી પણ થઇ હતી. આ ઉપરાંત ઘણું બધું એવું ચાલી રહ્યું છે કે, તે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સની એક બ્લેક સાઇડ તરીકે ગણાવાય છે. પરંતુ તેનો જો યોગ્ય ઉપયોગ થાય તો માનવ જીવનની ઘણી પ્રવૃત્તિઓ આસાન થઇ શકે છે. સરકાર કડક કાયદા ઘડવાનું વિચારી રહી છે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ શબ્દ જેટલો પ્રચલિત બન્યો છે તેટલો જ ઉપયોગી પણ બની રહ્યો છે. આવનારા દાયકામાં આ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ અને તેમના શેર્સની ડિમાન્ડ ખૂબજ ઊંચી રહેવાની સંભાવના છે. ભારતમાં આ સેક્ટર સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓ અને તેમના શેર્સ આજે પણ આકર્ષક દામથી મળી રહ્યા છે. જે રોકાણકારો લાંબાગાળાના મૂડીરોકાણના આધારે મબલક કમાણી કરવા ઇચ્છતાં હોય તેમણે યોગ્ય અભ્યાસ, અનુભવ અને માર્કેટ લિડર્સના માર્ગદર્શન સાથે આ તક ઝડપી લેવી જોઇએ.

ChatGPT થી AI બૉટ્સ સુધી, કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) ભારત સહિત વિશ્વભર માટે અભિન્ન અંગ બની ગઈ છે. ભારતની કંપનીઓ હવે AI (ખાસ કરીને જનરેટિવ AI)નો ઉપયોગ તેમના વ્યવસાયોને વિકસાવવા અથવા તેને ટેકો આપવા માટે કરી રહી છે. જનરેટિવ AI જેમ કે OpenAI ની ChatGPT એ ભાષાની જટિલતા, સંદર્ભ અને ઉદ્દેશ્યને સમજવાની ક્ષમતાને કારણે ધ્યાન ખેંચ્યું છે. સંખ્યાબંધ બ્રોકરેજ હાઉસ હવે Groww, Samco અને Upstoxx જેવા એઆઈનો ઉપયોગ કરતી કંપનીઓના શેરોનો અભ્યાસ કરીને રોકાણકારોને ભલામણ પણ કરી રહી છે. બ્રોકરેજ વિશ્લેષકોના રડાર પર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓનો લાભ લેતા ભારતના કેટલાક શેરો અહીં છે.

  1. Tata Elxsi Ltd: કંપની સમગ્ર ડિઝાઇન અને ટેકનોલોજી સેવાઓ પૂરી પાડે છે.

સેક્ટર્સઃ ઓટોમોટિવ, બ્રોડકાસ્ટ, કોમ્યુનિકેશન્સ, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટેશન.

સ્ટોક પરફોર્મન્સ: છેલ્લા 5 વર્ષમાં ભારે વોલેટિલિટી સાથે આ શેર રૂ. 825થી રૂ. 10769ની સર્વોચ્ચ સપાટી વચ્ચે રમી હાલમાં રૂ. 8300 આસપાસ રમી રહ્યો છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસ આ શેર ખરીદવા ભલામણ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 20 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

YearOpenHighLowClose
20191,024.101,041.95593.00825.60
2020828.001,887.60501.001,832.85
20211,840.006,780.001,838.005,867.80
20225,920.0010,760.405,708.106,287.10
20236,354.958,576.255,883.058,301.85
  • પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિ.: સોફ્ટવેર કંપની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI જેવા ક્ષેત્રોમાં ઉકેલોની શ્રેણી પ્રદાન કરે છે.

સ્ટોક પર્ફોર્મન્સ: હાલમાં શેરનો ભાવ રૂ. 6390 આસપાસ ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં, સ્ટોક 70 ટકાથી વધુ વધ્યો છે અને છેલ્લે રૂ. 6,380 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં, શેરે આશરે 9 ગણું બમ્પર વળતર આપ્યું છે.

YearOpenHighLowClose
2019624.70700.00472.25672.20
2020679.151,542.05420.001,513.60
20211,510.504,919.801,480.004,902.20
20224,915.004,986.853,091.653,870.80
20233,912.956,479.153,841.006,387.95
  • ઓરેકલ ફાઇનાન્સિયલ સર્વિસિસઃ ઓરેકલ ગ્રૂપની પેટાકંપની, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસિસ બેંકિંગ અને અન્ય નાણાકીય ઉકેલો માટે સોફ્ટવેર સોલ્યુશન્સ ઓફર કરે છે.

સ્ટોક પર્ફોર્મન્સ: છેલ્લા એક વર્ષમાં, સ્ટોક 36 ટકાથી વધુ વધ્યો છે અને છેલ્લે રૂ. 4,180 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષોમાં, શેરે 26 ટકાનો સુધારો નોંધાવ્યો છે. વિશ્લેષકોએ ક્લાઉડ-આધારિત સેવાઓના વ્યવસાયમાં વૈશ્વિક નેતૃત્વના આધારે સ્ટોકને ‘બાય’ કોલ આપ્યો છે.

YearOpenHighLowClose
20193,725.003,933.002,482.002,739.55
20202,746.203,402.051,532.503,209.45
20213,230.505,144.602,933.053,964.15
20223,992.754,232.552,883.803,021.75
20233,030.054,528.952,985.004,180.35
  • Affle India: ગ્લોબલ ટેક્નોલોજી પ્લેટફોર્મ Affle India (જે Affleની પેટાકંપની છે) જાહેરાતકર્તાઓને જાહેરાતની અસરકારકતા માપવામાં મદદ કરે છે કારણ કે તે માત્ર ત્યારે જ વસૂલ કરે છે જ્યારે વપરાશકર્તા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરે અથવા કોઈ વ્યવહાર પૂર્ણ કરે.

સ્ટોક પર્ફોર્મન્સ: છેલ્લા એક વર્ષમાં, સ્ટોક 19 ટકાથી વધુ ઘટ્યો છે, અને છેલ્લે રૂ. 1,035 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષોમાં સ્ટોક આશરે રૂ. 5 ગણો વધી ગયો છે. બ્રોકરેજ હાઉસિસ આ શેરમાં લોંગટર્મ બાય કોલ આપી રહ્યા છે.

OpenHighLowClose
2019929.901,738.85751.05
20201,587.404,068.45908.95
20213,783.706,287.00995.00
20221,144.001,510.15871.00
20231,097.951,178.05875.25
  • Cyient લિમિટેડઃ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની, Cyient Ltd નેટવર્ક, ઓપરેશન્સ, એનાલિટિક્સ અને જિયોસ્પેશિયલ સોલ્યુશન્સમાં નિષ્ણાત છે.

સ્ટોક પરફોર્મન્સ: છેલ્લા એક વર્ષમાં શેરમાં 118 ટકાનો વધારો થયો છે, અને છેલ્લે રૂ. 1,730 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં સ્ટોક લગભગ ત્રણ ગણો વધી ગયો છે. વિશ્લેષકોએ તેના મજબૂત ઓર્ડર ઇનટેક અને નવા ક્ષેત્રોમાં વધતી માંગને આધારે ‘બાય’ કોલ આપ્યો છે.

YearOpenHighLowClose
2019620.35692.30380.00409.45
2020416.90562.50184.15512.40
2021515.951,292.00478.451,023.35
20221,035.001,084.80724.00810.80
2023809.651,945.45801.501,731.05

અન્ય AI-સમર્થિત શેર્સ એક નજરે

Kellton Tech: એક બોનસ ઇશ્યૂ, નોમિનલ ડિવિડન્ડ અને સ્ટેડી નાણાકીય કામગીરી સાથે 5.55 ટકાનું નેટ પ્રોફીટ માર્જિન વગેરે ફન્ડામેન્ટલ્સ જોતાં લાંબાગાળાના મૂડીરોકાણ માટે બ્રોકરેજ હાઉસ કરે છે ભલામણ.

YearOpenHighLowClose
201936.9051.7513.9518.05
202018.0585.506.7574.20
202174.2091.9539.2563.15
202264.00134.9550.2559.05
202359.7598.7340.5383.44

TCS: આકર્ષક બોનસ, ડિવિડન્ડ, બાયબેક હિસ્ટ્રી ધરાવતી કંપની. મજબૂત ટ્રેકરેકોર્ડ અને શેરમાં આકર્ષક વૃદ્ધિ. એવરગ્રીન શેર

YearOpenHighLowClose
20191,905.002,296.001,809.552,161.30
20202,170.002,951.901,504.402,870.20
20212,879.003,990.002,701.003,736.85
20223,744.004,045.502,926.003,259.25
20233,265.003,680.003,070.303,502.65

ઈન્ફોસિસ: રૂ. 1435-1440 વચ્ચે રમતો આ શેર છેલ્લા પાંચ વર્ષના પરફોર્મન્સ, ડિવિડન્ડ, બાયબેક અને બોનસ ટ્રેક રેકોર્ડ વિશે રોકાણકારોમાં ખૂબજ જાણીતો શેર છે.

YearOpenHighLowClose
2019661.00847.40615.00731.75
2020733.601,265.00511.101,255.85
20211,258.951,913.001,230.001,889.65
20221,890.001,953.701,355.501,508.70
20231,513.001,620.001,215.451,437.65

બોશઃ આકર્ષક ડિવિડન્ડ ટ્રેકરેકોર્ડ સાથે આઇટી સેક્ટરમાં સૌથી મોંઘો ગણાતો શેર ઉપરમાં રૂ. 21000ની નજીક જઇ ચૂક્યો છે અને હાલમાં રૂ. 20650 આસપાસ રમી રહ્યો છે. કંપનીની નાણાકીય કામગીરી વર્ષોવર્ષ મજબૂત બની રહી છે.

YearOpenHighLowClose
201919,700.0019,737.1012,698.8015,391.30
202015,447.9516,000.007,874.0012,788.40
202112,849.9519,244.5012,797.8017,307.20
202217,420.0018,300.0012,940.1017,247.85
202317,300.0520,920.6516,365.6520,647.05

ZENSAR TECHNOLOGIES: 2010માં એક શેરે એક બોનસ શેર અને સતત ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપનીનો શેર હાલમાં રૂ. 520 આસપાસ ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેર બમણો સુધર્યો છે.

YearOpenHighLowClose
2019233.50271.30167.70174.95
2020174.30266.9063.70237.25
2021243.60587.00222.10521.90
2022525.00538.75202.00213.10
2023213.10576.60205.55522.60

હેપીએસ્ટ માઈન્ડ: 7 સપ્ટેમ્બર-2020ના રોજ શેરદીઠ રૂ. 166ના ઇશ્યૂ પ્રાઇસ સાથે મૂડીબજારમાં પ્રવેશ્યા બાદ કંપનીનો શેર રૂ. 1100+ થઇ ગયા બાદ હાલમાં રૂ. 880 આસપાસ રમી રહ્યો છે. કંપની સતત ડિવિડન્ડ ચૂકવણીનો ટ્રેકરેકોર્ડ પણ ધરાવે છે.

YearOpenHighLowClose
2020351.00395.00285.55344.05
2021344.251,580.80333.451,296.35
20221,300.001,360.20785.55880.60
2023882.001,022.30763.50848.00

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)