મેઈન બોર્ડ IPO કેલેન્ડર

COMPANYOpCl.Price
(Rs)
Size
(Cr.)
LotExch
Manoj
Vaibhav
Sep
22
Sep
26
204/
215
27069BSE,
NSE
Sai
Silks
Sep
20
Sep
22
210/
222
120167BSE,
NSE
Signatr
global
Sep
20
Sep
22
366/
385
73038BSE,
NSE
Yatra
Onlin
Sep
15
Sep
20
135/
142
775105BSE,
NSE
Zaggle
Prepaid
Sep
14
Sep
18
156/
164
56390BSE,
NSE
SAMHI
Hotels
Sep
14
Sep
18
119/
126
1370119BSE,
NSE

અમદાવાદ, 17 સપ્ટેમ્બર: IPOની વણઝારમાં આવતા સપ્તાહે 4909.68 કરોડના છ IPOમાં રોકાણ કરવાની તક મળશે. જેમાં ઝેગલ પ્રિપેઈડ, અને સામ્હી હોટલ્સ આવતીકાલે સોમવારે બંધ થશે, જ્યારે મનોજ વૈભવ જેમ્સ, સાંઈ સિલ્ક, સિગ્નેચર ગ્લોબલનો IPO 20 સપ્ટેમ્બરે ખૂલશે. 26 સપ્ટેમ્બરે બંધ થશે.

સપ્ટેમ્બર માસના અંતિમ સપ્તાહમાં વધુ એક જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નો રૂ. 2800 કરોડનો IPO આવી રહ્યો છે. જે 25થી 27 સપ્ટેમ્બરે યોજાશે. જેની પ્રાઈસ બેન્ડ હજી જારી કરી નથી. આર આર કાબેલના રૂ. 1964 કરોડના IPOના શેર એલોટમેન્ટ 21 સપ્ટેમ્બરે થશે. અને લિસ્ટિંગ 26 સપ્ટેમ્બરે થવાની શક્યતા છે. જેના ગ્રે પ્રિમિયમ રૂ.1035ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 115 (11 ટકા) બોલાઈ રહ્યા છે.

EMS અને Jupiter Lifeના IPOનું લિસ્ટિંગ

રોકાણકારો દ્વારા બહોળો પ્રતિસાદ મેળવનાર અને ગ્રે માર્કેટમાં ઉંચા પ્રિમિયમ નોંધાવનાર ઈએમએસ અને જ્યુપિટર લાઈફ હોસ્પિટલના IPOનું લિસ્ટિંગ આવનારા સપ્તાહે થશે. જેમાં 64.80 ગણો સબ્સ્ક્રાઈબ થનાર જ્યુપિટર લાઈફનો IPO 18 સપ્ટેમ્બરે અને ઈએમએસ લિ.નો IPO 21 સપ્ટેમ્બરે લિસ્ટિંગ કરાવશે. ગ્રે માર્કેટમાં જ્યુપિટર લાઈફ માટે 37 ટકા અને ઈએમએસ માટે 47 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.

આવનારા સપ્તાહે ખૂલનાર 3 IPOની ગ્રે માર્કેટ સ્થિતિ

આવનારા સપ્તાહે બુધવારે ખૂલનાર 3 IPOની ગ્રે માર્કેટમાં કોઈ બોલબાલા જોવા મળી નથી. જેના શેર્સ અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા ન હોવાની શક્યતા નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના IPO માટે પણ હાલ ગ્રે પ્રિમિયમ ચાલુ થયા નથી.

ગત સપ્તાહે લિસ્ટેડ 2 IPOમાં રોકાણકારો નારાજ

ગત સપ્તાહે બે આઈપીઓએ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રતનવીર  પ્રિસિઝન એન્જિનિયરિંગના IPOએ રૂ. 98ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 37.14 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું હતું. જો કે,  સપ્તાહના અંત સુધીમાં પ્રિમિયમ ઘટી 18.58 ટકા થયા હતા. શુક્રવારે 116.21 પર બંધ રહ્યો હતો. બીજી બાજુ રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સે પણ 0.4 ટકાના નજીવા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ સપ્તાહના અંતે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 441 સામે 1.62 ટકા સુધારાએ 448.15 પર બંધ આપ્યું હતું.