એસએમઈ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રિમિયમ

એસએમઈ આઈપીઓઈશ્યૂ પ્રાઈઝGMPGMP
Cellecor Gadgets₹40₹9243%
Kody Technolab₹70₹16044%
Holmarc Opto-
Mechatronics
₹13₹4033%
Madhusudan
Masala
₹35₹7050%
Hi-Green Carbon₹20₹7527%
Mangalam Alloys₹–₹80-%
Marco Cables₹–₹36-%
Organic Recycling₹–₹200-%
Balaji Speciality₹55₹--%

અમદાવાદ, 17 સપ્ટેમ્બર-23: એસએમઈ સેગમેન્ટમાં આ સપ્તાહે રૂ. 232.39 કરોડના સાત એસએમઈ આઈપીઓ આવી રહ્યા છે. જેમાંથી 3 આઈપીઓ હાઈ ગ્રીન કાર્બન, મંગલમ એલોય, મધુસુદન મસાલા ગુજરાત સ્થિત એસએમઈના છે. એસએમઈ સેગમેન્ટના આઈપીઓના આકર્ષક પર્ફોર્મન્સના પગલે રિટેલ રોકાણકારોનો ઝુકાવ એસએમઈ આઈપીઓ પ્રત્યે વધ્યો છે.

હાલમાં જ શુક્રવારે લિસ્ટેડ કહાન પેકેજિંગ લિ.એ રૂ. 80ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 159.6ના ભાવે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને 99.5 ટકા રિટર્ન આપ્યું છે. ગત સપ્તાહે કુલ 3 એસએમઈએ એનએસઈ ઈમર્જ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં સરોજા ફાર્મા 10.48 ટકા ડિસ્કાઉન્ટે, જ્યારે પ્રમારા પ્રમોશને 85 ટકા રિટર્ન આપ્યું છે. આમ, એસએમઇ આઇપીઓ સેગ્મેન્ટમાં રોકાણકારોને મેઇનબોર્ડ આઇપીઓની સરખામણીમાં સારું રિટર્ન છૂટી રહ્યું હોવાનું પ્રાઇમરી માર્કેટના નિષ્ણાતો જણાવી રહ્યા છે.

એસએમઈ આઈપીઓની ગ્રે માર્કેટમાં ઝાકમઝોળ વધી

એસએમઈ આઈપીઓની વણઝાર અને આકર્ષક રિટર્નના પગલે ગ્રે માર્કેટમાં એસએમઈ આઈપીઓની ઝાકમઝોળ વધી છે. જેમાં હાલમાં જારી Cellecor Gadgetsના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 40 સામે રૂ. 92 અર્થાત 43 ટકા અને કોડી ટેક્નોલેબ માટે રૂ. 160 (44 ટકા) ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.

એસએમઈ આઈપીઓ એટ અ  ગ્લાન્સ

CompanyOpenCloseIssue
Price (Rs)
 Size (Cr.)Lot
Organic RecyclingSep 21Sep 2620050600
Hi-Green CarbonSep 21Sep 2571/7552.801,600
Mangalam AlloysSep 21Sep 258054.911,600
Marco CablesSep 21Sep 253618.733,000
Madhusudan MasalaSep 18Sep 2166/7023.802,000
Techknowgreen SolutionsSep 18Sep 218616.721,600
Master ComponentsSep 18Sep 2114015.461,000
Holmarc OptoSep 15Sep 204011.403,000
Cellecor GadgetsSep 15Sep 209250.771200
Kody TechnolabSep 15Sep 2016027.52800