આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં કોન્કર્ડ બાયોટેક અને એસએમઇ પ્લેટફોર્મ પર 3 ઇશ્યૂનું આગમન
MAIN BOARD IPO CALENDAR AT A GLANCE
કંપની | Open | Close | Pr.(Rs) | Size(Cr.) | Lot | Exch |
Conco rd | Aug4 | Aug8 | BSE, NSE | |||
SBFC Fin. | Aug3 | Aug7 | 54-57 | 1025 | 260 | BSE, NSE |
અમદાવાદ, 30 જુલાઇઃ ગત સપ્તાહે નેટવેબના 80 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટિંગ ઉપરાંત જુલાઇ માસ દરમિયાન મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ તમામ 6 IPOમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન બાદ આગામી સપ્તાહે કોન્કર્ડ બાયાટેકનો IPO આવી રહ્યો છે.
કોન્કર્ડ બાયોટેક IPO એટ એ ગ્લાન્સ
રાકેશ ઝુનઝુનવાલાની પેઢી સમર્થિત કોનકોર્ડ બાયોટેક IPO 4 ઓગસ્ટે ખુલશે. અમદાવાદ સ્થિત ફાર્મા કંપની, જેને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ક્વાડ્રિયા કેપિટલ અને દિવંગત અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ફર્મ રેર એન્ટરપ્રાઇઝિસનું સમર્થન છે, તે 8 ઓગસ્ટે તેનો પબ્લિક ઇશ્યૂ બંધ કરશે. એન્કર બુક એક દિવસ માટે 3 ઓગસ્ટે ઇશ્યૂ શરૂ થવાના એક દિવસ પહેલા લોન્ચ કરવામાં આવશે.
SBFC ફાઇનાન્સ IPO પ્રાઇસ બેન્ડ રૂ. 54-57
SBFC ફાયનાન્સે તેની પ્રારંભિક જાહેર ઓફર માટે શેર દીઠ રૂ. 54-57નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. ઓફર માટે બિડિંગ 3 ઓગસ્ટથી શરૂ થશે અને અંતિમ તારીખ 7 ઓગસ્ટ હશે. પ્રથમ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 600 કરોડના શેરનું તાજા ઇશ્યુ અને પ્રમોટરો દ્વારા રૂ. 425 કરોડના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
MAIN BOARD LISTING PERFORMANCE (JULY)
Company | Price | LAST Price | +/- |
Netweb | 500 | 898.65 | 79.73% |
Utkarsh | 25 | 51.25 | 105% |
Senco | 317 | 414.35 | 30.71% |
Cyient DLM | 265 | 510.25 | 92.55% |
IdeaForge | 672 | 1149.45 | 71.05% |
HMA Agro | 585 | 591.6 | 1.13% |
Onest એ રૂ. 77 કરોડના IPO માટે પેપર્સ ફાઇલ કર્યાઃ FMCG કંપની Onest એ IPO દ્વારા રૂ. 77 કરોડ એકત્ર કરવા માટે સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. પબ્લિક ઓફરમાં પ્રમોટર અને રોકાણકારો દ્વારા રૂ. 77 કરોડના શેરની નવી ઇશ્યુ અને 32.5 લાખ શેરના વેચાણ માટે ઓફર (OFS)નો સમાવેશ થાય છે.
SME પ્લેટફોર્મ ખાતે 3 IPOની એન્ટ્રી થશે
SME પ્લેટફોર્મ ખાતે ત્રણ કંપનીઓના ઇશ્યૂ યોજાઇ રહ્યા છે. તે પૈકી Vinsys IT, ઓરિઆના પાવર, ઝીલ ગ્લોબલનો ઇશ્યૂ તા. 1 ઓગસ્ટે બંધ થવા સાથે યુડીઝનો સમાવેશ થાય છે. વિતેલા સપ્તાહે લિસ્ટેડ બન્ને IPOમાં પોઝિટિવ રિટર્ન તેમજ જુલાઇમાં લિસ્ટેડ 14 પૈકી 12 IPOમાં પોઝિટિવ રિટર્ન જોતાં રોકાણકારોનો ક્રેઝ ધીરે ધીરે પ્રાઇમરી માર્કેટ તરફ વધી રહ્યો છે.
SME IPO CALENDAR AT A GLANCE
Company | Open | Close | Price (Rs) | Size (Rs Cr.) | Lot | Exchange |
Yudiz | Aug 4 | Aug 8 | 162/165 | 44.84 | 800 | NSE SME |
Vinsys IT | Aug 1 | Aug 4 | 121/128 | 47.12/49.84 | 1000 | NSE SME |
Oriana Power | Aug 1 | Aug 3 | 115/118 | 58.14/59.66 | 1200 | NSE SME |
Zeal Global | Jul 28 | Aug 1 | 103 | 36.46 | 1200 | NSE SME |
SME IPO LISTING PERFORMANCE (JULY)
company | Listed On | Issue Price | LAST Price | Profit/Loss |
Asarfi Hospi | Jul 26 | 52 | 103.48 | 99% |
Service Care | Jul 26 | 67 | 61.1 | -8.81% |
Drone Desti. | Jul 21 | 65 | 104.45 | 60.69% |
Ahasolar Tech | Jul 21 | 157 | 271.85 | 73.15% |
Kaka Ind | Jul 19 | 58 | 145.98 | 151.69% |
AccelerateBS | Jul 19 | 90 | 120.75 | 34.17% |
Synoptics Tech | Jul 13 | 237 | 165.2 | -30.3% |
Tridhya Tech | Jul 13 | 42 | 42.2 | 0.48% |
Global Pet | Jul 10 | 49 | 69.15 | 41.12% |
Pentagon Rubber | Jul 7 | 70 | 121.8 | 74% |
Essen Speciality | Jul 6 | 107 | 157.95 | 47.62% |
Greenchef Appliances | Jul 6 | 87 | 108.25 | 24.43% |
Magson Retail | Jul 6 | 65 | 84.75 | 30.38% |
Veefin Solutions | Jul 5 | 82 | 139.75 | 70.43% |