Stocks to Watch:Wipro, BSE, JBChemicals, MaxFinancial, BharatForge, SterliteTech, NBCC, TorrentPower, UPL, TimkenIndia, IndianHotels, AshokLeyland, Vedanta, NHPC, MSTC, MacrotechDevelopers, HDFC Bank, HindustanUnilever, OracleFinancial

અમદાવાદ, 27 માર્ચઃ ટેકનિકલી નિફ્ટીએ ડબલ ટોપથી ઘટાડો નોંધાવવા સાથે ટેકનિકલ એનાલિસ્ટ્સ હવે નિફ્ટી માટેની ફોલિંગ રેન્જ 23400 દર્શાવે છે. હેવી વોલેટિલિટી, મન્થલી એક્સપાયરી અને સતત પ્રોફીટ બુકિંગ સૂચવે છે કે, નિફ્ટી માટે 22800ની રોક બોટમ અને 23800ની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની તેમજ સ્ટોપલોસ સાથે રાખવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ એ હાયર રેન્જથી કરેક્શન નોંધાવ્યું છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ નેગેટિવ સૂર પૂરાવી રહ્યા છે.

નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ૨૬ માર્ચે (માર્ચ ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની સમાપ્તિના એક દિવસ પહેલા) પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું હતું, જે ડેઇલી ચાર્ટ પર બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે, જે નજીકના ભવિષ્યમાં કોન્સોલિડેશનનો સંકેત આપે છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી નિફ્ટી ૨૩,૪૦૦ (૨૦૦-દિવસના EMA) જાળવી રાખશે, ત્યાં સુધી ૨૩,૭૦૦-૨૩,૮૦૦ ઝોન તરફ ફરી એકવાર ગતિ પકડી શકે છે. જો કે, નિફ્ટી આ સ્તરથી નીચે આવે છે, તો વેચવાલીનું દબાણ વધુ તીવ્ર બની શકે છે. બેંક નિફ્ટીને ૫૧,૦૦૦-૫૦,૮૦૦ ઝોનમાં સપોર્ટ મળવાની શક્યતા છે. જો તે આ લેવલથી ઉપર રહેશે, તો ખરીદીમાં રસ ફરી શરૂ થઈ શકે છે; જો તે નીચે જાય તો, મંદી ઇન્ડેક્સને 50,000ના લેવલ તરફ ખેંચી શકે છે.

નિફ્ટીસપોર્ટ 23380- 23274, રેઝિસ્ટન્સ 23665- 23843
બેન્ક નિફ્ટીસપોર્ટ 50894- 50578, રેઝિસ્ટન્સ 51700- 52191

બુધવારે નિફ્ટી 182 પોઈન્ટ ઘટીને 23,487 પર બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી 399 પોઈન્ટ ઘટીને 51,209 પર બંધ થયો. NSE પર 485 શેર્સમાં સુધારાની સરખામણીમાં 2,134 શેર્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. જે માર્કેટબ્રેડ્થ નેગેટિવ હોવાનો સંકેત આપે છે.

ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 26 માર્ચે રૂ. 2240 કરોડમની ખરીદી નોંધાવી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 696 કરોડની વેચવાલી નોંધાવી હતી.

ઇન્ડિયા VIXએ બીજા સત્ર માટે તેનો ડાઉનટ્રેન્ડ લંબાવ્યો, 1.21% ઘટીને 13.47 પર પહોંચ્યો. જોકે, તેજીવાળાઓને આરામદાયક અનુભવવા માટે તેને 13 ના સ્તરથી નીચે રહેવાની જરૂર છે.

એફ એન્ડ ઓ પ્રતિબંધ હેઠળ:હિન્દુસ્તાન કોપર
એફ એન્ડ ઓ પ્રતિબંધમાંથી દૂર:ઇન્ડસઇન્ડ બેંક

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)