અમદાવાદ, 23 માર્ચઃ ગ્લોબલ સરફેસિસ (Global Surfaces)નું આજે 22 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયુ છે. રૂ. 140ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સવારે રૂ. 163ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 171.50 થઇ નીચામાં રૂ. 156.30 થઇ છેલ્લે રૂ. 170.90ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે 22 ટકા પ્રિમિયમ (રૂ. 30.90) દર્શાવે છે. બિન-સંસ્થાકીય રોકાણકારોની મજબૂત માંગને કારણે, રૂ. 155 કરોડની કિંમતનો આ IPO કુલ 12.21 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ 5.12 ગણો ભરાયો હતો. NII કેટેગરીમાં 33 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. ક્યુઆઈબી પોર્શન 8.95 ગણો ભરાયો હતો. લિસ્ટિંગ પહેલા કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂ. 9-10ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ કંપનીની પેટાકંપની ગ્લોબલ સરફેસીસ FZEમાં વિસ્તરણ રોકાણ માટે કરવામાં આવશે.

શેરની ઇન્ટ્રા-ડે સ્થિતિ એક નજરે

ઇશ્યૂ પ્રાઇસ140
ખૂલ્યો163
વધી171.50
ઘટી156.30
બંધ170.90
પ્રિમિયમરૂ. 30.90
પ્રિમિયમ ટકા22