IPO Listing: સાંઈ સિલ્ક 4 ટકા અને સિગ્નેચરગ્લોબલ 16 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ શેરબજારમાં હેવી પ્રોફિટ બુકિંગના માહોલ વચ્ચે આજે વધુ બે આઈપીઓએ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવવામાં સફળ રહ્યા છે. સાંઈ સિલ્ક (કલામંદીર)નો આઈપીઓ 3.65 ટકા પ્રિમિયમે અને સિગ્નેચરગ્લોબલનો આઈપીઓ 15.58 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે.
બીએસઈ ખાતે સાંઈ સિલ્કનો આઈપીઓ રૂ. 222ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 230.10ના ભાવે લિસ્ટેડ થયા બાદ 9.84 ટકા વધી 243.85ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. 12.15 વાગ્યે 8.40 ટકા પ્રિમિયમે 240.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં સાંઈ સિલ્ક માટે રૂ. 7 (3 ટકા) પ્રિમિયમ નોંધાયું હતું.
રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પર કામ કરતી સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા)ના રૂ. 730 કરોડના આઈપીઓએ 15.58 ટકા પ્રિમિયમે 445 પર લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 385ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 17.81 ટકા વધી 453.80ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 444.10 નોંધાવી હતી. 12.15 વાગ્યે 16.97 ટકા પ્રિમિયમે 450.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં રૂ.40 (10 ટકા) પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા.
આઈપીઓ લિસ્ટિંગ રિટર્ન
વિગત | ઈશ્યૂ પ્રાઈઝ | ખૂલી | વધી | રિટર્ન |
સાંઈ સિલ્ક | 222 | 230.10 | 243.85 | 9.84 ટકા |
સિગ્નેચરગ્લોબલ | 385 | 445 | 453.80 | 17.81 ટકા |
સાંઈ સિલ્કનો રિટેલ પોર્શન 91 ટકા ભરાયો હતો
સાંઈ સિલ્કનો આઈપીઓને રિટેલ રોકાણકારોએ કોઈ ખાસ પ્રતિસાદ આપ્યો ન હતો. જે માત્ર 91 ટકા જ ભરાયો હતો. ક્યુઆઈબી 12.17 ગણો અને એનઆઈઆઈ 2.54 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 4.47 ગણો ભરાયો હતો. સિગ્નેચરગ્લોબલનો આઈપીઓ કુલ 12.50 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 13.37ગણું, એનઆઈઆઈ 14.24ગણું અને રિટેલ 7.17ગણું સબ્સ્ક્રાઈબ્ડ થયું હતું.