SME પ્લેટફોર્મ પર 5 IPOની રૂ. 123 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત

DAY1:ઈડિયાફોર્જ અને SME પેન્ટાગોન IPO ફૂલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

અમદાવાદ, 26 જૂન 2023: પ્રાઈમરી માર્કેટમાં સુધારાના સળવળાટ સાથે મેઈન બોર્ડ ખાતે આઇપીઓની એન્ટ્રી નોંધાઇ છે.  આ સપ્તાહે ત્રણ કંપનીઓ રૂ. 1538 આઇપીઓ સાથે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે. જેમાં આઈડિયાફોર્જનો રૂ. 567 કરોડ, સાયન્ટ ડીએલએમનો રૂ. 592 કરોડ અને પીકેએચ વેન્ચરનો રૂ. 379 કરોડનો IPO સામેલ છે. બીજી બાજુ છેલ્લા 2 વર્ષથી આકર્ષક રિટર્ન આપનાર એસએમઈ પ્લેટફોર્મમાં 122.72 કરોડના 5 IPO ખૂલશે. જેમાંથી એક પેન્ટાગોનનો IPO આજે ખૂલ્યો છે.

સપ્તાહની શરૂઆતમાં ખૂલેલા એસએમઈ પેન્ટાગોન અને મેઈનબોર્ડ આઈડિયાફોર્જનો IPO પ્રથમ દિવસે બપોર સુધીમાં જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તે પૈકી આ લખાય છે ત્યાં સુધીમાં Pentagon Rubber 1.20 ગણો અને IdeaForge 1.87 ગણો ભરાઈ ચૂક્યો છે.

આઇડિયા ફોર્જમાં ગ્રે માર્કેટ રૂ. 550 પ્રિમિયમ, ત્રિધ્યામાં રૂ. 6 પ્રિમયમ+ ફેન્સી

ગ્રે માર્કેટમાં આઈડિયાફોર્જ ટેક્નોલોજીના IPO માટે સૌથી વધુ 550 સુધી પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. મોટાભાગના બ્રોકર્સે લોંગ ટર્મ વ્યૂહ અને વધુ જોખમ સાથે સબ્સ્ક્રાઈબ કરવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં ગ્રે માર્કેટમાં સૌથી વધુ પ્રિમિયમ આઈડિયાફોર્જમાં રૂ. 467 જોવા મળી રહ્યું છે. સાયન્ટ ડીએલએમમાં રૂ. 110, પીકેએચ વેન્ચર્સમાં રૂ.5 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. પેન્ટાગોન રબરમાં રૂ. 20, ત્રિધ્યા ટેક્.માં રૂ. 6 આસપાસ પ્રિમિયમ ચાલી રહ્યા છે.

મેઈન બોર્ડ IPO એટ એ ગ્લાન્સ

IPOતારીખઈશ્યૂ પ્રાઈઝઈશ્યૂ સાઈઝ
PKH Ventures30 જૂન-4 જૂલાઈ140-148379 કરોડ
Cyient DLM27 જૂન- 30 જૂન250-265592 કરોડ
 ideaForge Tec.26 જૂન- 29 જૂન638-672567 કરોડ

એસએમઈ IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

Synoptics Tech.30જૂન- 5 જૂલાઈ23754.03
Tridhya Tech30જૂન- 5 જૂલાઈ35-4226.41
Global Pet Industries29જૂન- 3 જૂલાઈ4913.23
Pentagon Rubber26- 30 જૂન65-7016.17