IPO: વિનસ પાઈપ્સ ખૂલતાંની સાથે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

ગુજરાતની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સનો રૂ. 165.42 કરોડનો IPO ખૂલતાંની સાથે જ ગણતરીના કલાકોમાં જ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો હતો. પ્રથમ દિવસે વિનસ IPOમાં 50.74 લાખ ઈક્વિટી શેર્સ સામે 2.30 ગણી અર્થાત 116.70 લાખ ઈક્વિટી શેર્સ માટે એપ્લિકેશન્સ થઈ હતી. રિટેલ પોર્શન સૌથી વધુ 4 ગણો ભરાયો છે. વિનસ IPO માટે રૂ. 310-326 પ્રાઈસ બેન્ડ પર રોકાણકારે 46 શેર્સ માટે રૂ. 14996નું રોકાણ કરવુ પડશે.
ફંડામેન્ટલ્સઃ IPO: આવકો અને નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધ્યા છે. ચોખ્ખો નફો 37.50 કરોડ (2018-19)થી વધી 2020-21માં 236.32 કરોડ) થયો છે. કુલ આવકો 2018-19માં રૂ. 120.5 કરોડ, 2019-20માં 179.3 કરોડ, 2020-21માં 312.03 કરોડ છે.
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (x) |
ક્યુઆઈબી | 0.36 |
એનઆઈઆઈ | 0.92 |
રિટેલ | 4.00 |
કુલ | 2.30 |
પ્રુડન્ટ IPO બીજા દિવસે 57 ટકા ભરાયો
પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરીનો આઈપીઓ બીજા દિવસે માંડ અડધો 0.57 ગણો ભરાયો છે. જો કે, રિટેલ પોર્શન ફુલ્લી 1.05 ગણો ભરાયો છે. ક્યુઆઈબીએ હજી ખાતુ ખોલ્યુ નથી. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 595-630 અને માર્કેટ લોટ 23 શેર્સ છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 538.61 કરોડ છે.
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (x) |
ક્યુઆઈબી | 0.00 |
એનઆઈઆઈ | 0.19 |
રિટેલ | 1.05 |
એમ્પ્લોયી | 0.67 |
કુલ | 0.57 |