IRCTC Q1 નફો 5% ઘટી ₹232 કરોડ, આવક 17% વધી
અમદાવાદ, 9 ઓગસ્ટઃ ભારતીય રેલવેની પર્યટન અને કેટરિંગ શાખા આઈઆરસીટીસીએ જૂન 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 232 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમયગાળામાં પોસ્ટ કરાયેલ રૂ. 245 કરોડથી 5% ઓછો છે. આવક વાર્ષિક ધોરણે 17% વધીને રૂ. 1,002 કરોડ થઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 853 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે આવક રૂ. 965 કરોડ સામે 4 ટકા વધી છે. ત્રિમાસિક ધોરણે ચોખ્ખો નફો પ્રથમ ક્વાર્ટરમાં 17% ઘટ્યો છે. જે માર્ચ ક્વાર્ટરના અગાઉના 279 કરોડ રૂપિયા હતો.
સેગમેન્ટ મુજબ, પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેટરિંગ સેગમેન્ટની આવક વાર્ષિક ધોરણે 35% વધીને રૂ. 471 કરોડ થઈ છે. ગયા વર્ષના જૂન ક્વાર્ટરમાં તે રૂ. 352 કરોડ હતો. રેલ નીર સેગમેન્ટની આવક 10% વધી રૂ. 96 કરોડ થઈ હતી દરમિયાન, રેલ નીર સેગમેન્ટની આવક ગયા વર્ષના સમયગાળામાં રૂ. 87 કરોડની સામે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં રૂ. 10% વધી રૂ. 96 કરોડ થઈ હતી. ક્વાર્ટર માટે કંપનીનો EBITDA વાર્ષિક ધોરણે 7% વધીને રૂ. 343 કરોડ થયો છે, જ્યારે માર્જિન 34.2% પર આવ્યો છે. ઈન્ટરનેટ ટિકિટિંગ બિઝનેસની આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 302 કરોડની સરખામણીએ એપ્રિલ-જૂન સમયગાળામાં 4% ઘટીને રૂ. 290 કરોડ થઈ છે. બીજી તરફ પ્રવાસન વ્યવસાયની આવક જૂન ક્વાર્ટરમાં 58% વધીને રૂ. 130 કરોડ થઈ છે. ગયા વર્ષના ગાળામાં તે રૂ. 82 કરોડ હતો.
IRCTCનો કુલ ખર્ચ આ ક્વાર્ટરમાં 23% વધીને રૂ. 677 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 548 કરોડ હતો. કંપનીના બોર્ડે 78 કરોડના અંદાજિત ખર્ચે ત્રણ વર્ષની વોરંટી સપોર્ટ સાથે NGeT સિસ્ટમના ICT ઇન્ફ્રા રિફ્રેશ માટે 24×7 હેલ્પડેસ્ક સાથે હાર્ડવેર અને સૉફ્ટવેરની પ્રાપ્તિ માટે રોકાણની મંજૂરીને મંજૂરી આપી છે.