IREDA નવેમ્બરમાં FPO યોજે તેવી શક્યતા, શેર 6% ઊછળ્યો
નવેમ્બર-23માં રૂ. 23ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર અત્યારસુધીમાં 555 ટકાનું જંગી રિટર્ન
અમદાવાદ, 1 જુલાઇઃ Indian Renewable Energy Development Agency (IREDA)નો શેર સોમવારે 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. તેની પાછળ મુખ્ય બે કારણો જવાબદાર રહ્યા હતા. એક તો કંપનીએ જૂન 2024 ક્વાર્ટર માટે લોન મંજૂરીમાં વાર્ષિક ધોરણે 382.62 ટકા (YoY) વધારો નોંધાવ્યો હતો, જેની સરખામણીમાં કુલ રૂ. 9,136 કરોડ હતો. એક વર્ષ અગાઉ રૂ. 1,893 કરોડ હતી. સાથે સાથે કંપની નવેમ્બર આસપાસમાં એફપીઓ લઇને આવી રહી હોવાની અટકળોએ બજારમાં આ શેરના સુધારાને જોમ પૂર્યું છે. સવારે ખIREDAનો સ્ટોક 3 ટકાથી વધુ વધીને રૂ. 197.48 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં, સ્ટોક 88 ટકા ઊછળ્યો છે.
કંપનીની લોનનું વિતરણ પણ જૂન 2023 ક્વાર્ટરમાં રૂ. 3,174 કરોડથી 67.61 ટકા વધીને રૂ. 5,320 કરોડ થયું છે. ફર્મની બાકી લોન બુક Q1FY25માં વધીને રૂ. 63,150 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 47,207 કરોડની સરખામણીએ 33.77 ટકા વધી છે.
IREDA સરકારની સંમતિને આધીન, ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) દ્વારા ઇક્વિટી મૂડી એકત્ર કરે તેવી શક્યતા છે. FPO આ વર્ષે નવેમ્બર અને આવતા વર્ષે ફેબ્રુઆરી વચ્ચે યોજાય તેવી શક્યતા છે.
IREDA IPO ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ પ્રાઈમરી માર્કેટમાં તેના ઈક્વિટી શેર રૂ. 32ના ભાવે જારી કર્યા હતા. આઇપીઓ ઇશ્યૂ કિંમત કરતાં 56.25 ટકાના પ્રીમિયમ પર લિસ્ટેડ થયો હતો અને 6 ફેબ્રુઆરી-24ના રોજ રૂ. 215ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં, મલ્ટિબેગર સ્ટોક ઇશ્યૂ કિંમત કરતાં 525 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)