IREDAના શેરમાં 10 ટકાનો ઉછાળો
મુંબઇ, 10 સપ્ટેમ્બરઃ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. (IREDA) ના શેર 10 સપ્ટેમ્બરના રોજ 10 ટકાથી વધુ ઉછળ્યા હતા. કંપનીએ SJVN લિ., GMR એનર્જી લિમિટેડ અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓ સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા હોવાના અહેવાલો પાછળ આ ઉછાળો જોવાયો હતો. આ સહયોગનો હેતુ રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા પ્રાદેશિક ઉર્જા સુરક્ષાને વધારવાનો છે, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
IREDA ઊર્જાના નવા અને પુનઃપ્રાપ્ય સ્ત્રોતો અને ઊર્જા કાર્યક્ષમતા/સંરક્ષણ સંબંધિત પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે નાણાકીય સહાયને પ્રોત્સાહન, વિકાસ અને વિસ્તરણ કરવામાં રોકાયેલ છે. કંપની કેરળ રાજ્યના કાસરગોડ ખાતે 50 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ ધરાવે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સવારે 9:49 વાગ્યે IREDAના શેર 5 ટકાથી વધુ રૂ. 234.99 પર ટ્રેડ થઈ રહ્યા હતા. બપોરે 13.48 કલાકના સુમારે શેર 10 ટકાના ઉછાળા સાથે રૂ. 233-234 વચ્ચે રમતો જોવા મળ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક લગભગ 124 ટકા વધ્યો છે, જે રોકાણકારોની મૂડી બમણી કરતાં પણ વધુ છે.
છેલ્લા 12 મહિનામાં, મલ્ટિબેગર સ્ટોક આ સમયગાળા દરમિયાન નિફ્ટીમાં 28 ટકાના ઉછાળાની સરખામણીમાં 291 ટકાનો ઉછાળો નોંધાયો છે. દરમિયાન, NSE પર SJVNનો શેર પણ 3 ટકાથી વધુ રૂ. 130.15 પર હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)