ઈરેડા આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એક નજરે

CategorySubscription (times)
QIB104.57
NII24.16
Retail7.73
Employee9.80
Total38.80

અમદાવાદ, 23 નવેમ્બરઃ સરકારી કંપની ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો આઈપીઓ બહોળા પ્રતિસાદ સાથે આજે બંધ થયો છે. ઈરેડાનો આઈપીઓને ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB) દ્વારા સૌથી વધુ 104.57 ગણો પ્રતિસાદ મળ્યો છે. એનઆઈઆઈ પોર્શન 24.16 ગણો અને રિટેલ પોર્શન 7.73 ગણો ભરાયો હતો. એમ્પ્લોયી પોર્શન 9.80 ગણો સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 38.80 ગણો ભરાયો હતો.

ઈરેડા આઈપીઓના શેર એલોટમેન્ટ 29 નવેમ્બરે અને લિસ્ટિંગ 4 ડિસેમ્બરે થશે. કંપનીએ રૂ. 30-32ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 2150.21 કરોડ એકત્ર કરવામાં સફળ થઈ છે. કેન્દ્ર સરકારે ઈરેડામાંથી 25 ટકા હિસ્સો વેચી આ ફંડ એકત્રિત કર્યું છે. ઈરેડાએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 643.26 કરોડ એકત્ર કર્યા હતા.

ગ્રે માર્કેટમાં ઈરેડાના આઈપીઓના પ્રીમિયમ વધ્યા છે. અગાઉ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 32 સામે રૂ. 7 પ્રીમિયમ ચાલી રહ્યા હતા. જે વધી આજે રૂ. 10 થયા છે. ગ્રે પ્રીમિયમ અનુસાર, ઈરેડાનું લિસ્ટિંગ 28થી 30 ટકા પ્રીમિયમે થવાની શક્યતા છે. દલાલ સ્ટ્રીટ અને વૈશ્વિક બજારમાં મિશ્ર વલણો હોવા છતાં ગ્રે માર્કેટમાં IREDAના શેર્સ તેજીમાં છે. નિરીક્ષકોએ જણાવ્યું હતું કે ભારતીય PSU કંપનીને બિડિંગના પ્રથમ બે દિવસમાં રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે અને તેના કારણે ગ્રે માર્કેટમાં સેન્ટિમેન્ટમાં વધારો થયો છે. જો કે, તેઓએ ઉમેર્યું હતું કે આકર્ષક વેલ્યૂએશન એ મુખ્ય કારણો પૈકીનું એક છે જે ગ્રે માર્કેટ પ્લેયર્સનું ધ્યાન IREDA શેર તરફ આકર્ષિત કરે છે.

પરંતુ, શેરબજારના નિષ્ણાતોએ રોકાણકારોને ગ્રે માર્કેટ પ્રીમિયમને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં ન લેવા સલાહ આપી છે. કારણકે, તે સંપૂર્ણપણે સટ્ટાકીય અને નોન-કંટ્રોલ છે. કંપનીની બેલેન્સ શીટ સાથે તેનો કોઈ સંબંધ નથી. આથી,  રોકાણકારે કંપનીની મૂળભૂત બાબતોને વળગી રહેવું જોઈએ અને નાણાકીય બાબતોને સ્કેન કરી કંપનીના ફંડામેન્ટલ્સને આધારે રોકાણ અને રિટર્નનો અંદાજ લગાવવો જોઈએ.