NCDEX: ઇસબગુલ- સ્ટીલ વધ્યા, મસાલા ઘટ્યા
મુંબઇ, તા. ૩૦ મે ૨૦૨૩: માવઠાનાં માહોલ તથા ખપ પુરતી ખરીદી વચ્ચે હાજર બજારોમાં થોડી ચહલપહેલ દેખાતા વાયદામા પણ બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા.
NCDEX ખાતે આજે મસાલાનાં ભાવ ઘટ્યા મથાળે જ્યારે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવારગમનાં વાયદા કારોબાર ૨૫૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૭૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, કપાસ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૫૭૫ રૂ. ખુલી ૫૫૪૮ રૂ., દિવેલનાં ભાવ ૧૧૩૯ રૂ. ખુલી ૧૧૩૯ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૮૪ રૂ. ખુલી ૨૫૭૮ રૂ., ધાણા ૬૪૫૪ રૂ. ખુલી ૬૪૨૮ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૮૫ રૂ. ખુલી ૫૫૪૪ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૮૧૭ રૂ. ખુલી ૧૧૦૪૩ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૧૦૫ રૂ. ખુલી ૨૪૪૫૦ રૂ., જીરાનાં ભાવ ૪૫૮૦૦ રૂ. ખુલી ૪૫૦૩૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૧૮.૦૦ રૂ. ખુલી ૧૫૨૨. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૪૭૭૦ ખુલી ૪૬૦૫૦ રૂ. અને હળદરનાં ભાવ ૮૦૮૦ રૂ. ખુલી ૭૯૨૨ રૂ. બંધ રહ્યા હતા.