Infosys, HCL Tech, Mindtree, Coforge સહિત આઈટી શેરોમાં ઘટાડો, જાણો આગળની રણનીતિ
આ આઈટી શેરો ઘટ્યા
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | ઘટાડો |
COFORGE LTD. | 5,605.85 | -1.24 |
HCL Tech | 1,317.55 | -1.52 |
Infosys | 1,453.95 | -0.71 |
L&T Technology | 4,675.30 | -1.53 |
LTIMindtree | 5,487.65 | -1.61 |
MphasiS | 2,343.90 | -1.16 |
અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ભારતીય શેરબજાર આજે સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જ્યારે બીજી બાજુ આઈટી, ટેક્નો અને ટેલિકોમ શેરોમાં ઘટાડો નોંધાયો છે. આઈટી શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ તેમજ સર્વિસ પીએમઆઈના નબળા આંકડાની અસર જોવા મળી છે. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, માઈન્ડટ્રી, કોફોર્જ સહિતના આઈટી શેરો 2 ટકાથી વધુ તૂટ્યા છે. એસએન્ડપી બીએસઈ ટેક ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 26 પૈકી માત્ર 7 શેરો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં. જ્યારે બાકીના 19 શેરો 2.22 ટકા સુધી ઘટ્યા છે.
લગભગ એક વર્ષ બાદ આઈટી અને ટેકનો. શેરોએ ગઈકાલે મોટાપાયે ઉછાળો નોંધાવતાં રોકાણકારોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યા હોવાના અહેવાલો મળ્યા છે. દેશનો Service PMI નવેમ્બરમાં વર્ષના તળિયે નોંધાયો છે. S&P ગ્લોબલ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 56.9ના એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હોવા છતાં માસિક ધોરણે સર્વિસ સેક્ટરમાં વિસ્તરણ જોવા મળ્યુ છે. ઑક્ટોબરમાં 58.4 હતો.
ટેક્નિકલી બુલિશ ટ્રેન્ડ ધરાવતા શેર્સ
વિપ્રો, ટેક્ મહિન્દ્રા, પરસિસ્ટન્ટ, એમફાસિસ, એલટીઆઈ માઈન્ડટ્રી, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, કોફોર્જ લિ., 63 મુન્સ…
એસએન્ડપી ગ્લોબલે 2030 સુધી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ બનવાના પ્રબળ આશાવાદ, મજબૂત જીડીપી આંકડા, 2024ની ચૂંટણીના પરિણામોનું સ્પષ્ટ ચિત્ર સહિતના અનેક પોઝિટીવ પરિબળોના કારણે આગામી સમયમાં શેરબજાર તેજીમય બની રહેશે. બીજી બાજુ અમેરિકાના જીડીપીમાં પણ સુધારો, ફેડ દ્વારા વ્યાજદરોમાં કોઈ વધારો ન થવાની ખાતરી, તેમજ એફઆઈઆઈ રોકાણના પગલે આગામી સમયમાં આઈટી શેરો મજબૂતાઈથી વધવાનો સંકેત જણાઈ રહ્યો છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)