Jio Financialએ એનબીએફસીમાંથી કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની બનવા આરબીઆઈની મંજૂરી માગી
મુંબઈ, 22 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ગ્રુપની નાણાકીય સેવાઓ પૂરી પાડતી પેટા કંપની જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝે નિયમનકારી આદેશનું પાલન કરતાં નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (NBFC)માંથી કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC)માં તબદીલ થવા આરબીઆઈને અરજી મોકલી છે.
21 નવેમ્બરના રોજ એક એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ માહિતી આપી હતી કે તેણે RBIના આદેશ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી અલગ થયા પછી તેની શેરહોલ્ડિંગ પેટર્ન અને નિયંત્રણ બદલવા માટે NBFCથી CICમાં રૂપાંતરિત કરવાની અરજી કરી છે.
આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, સીઆઈસી એવી કંપનીઓ છે જેમની અસ્કયામતોનું મોટાભાગે તેમની જૂથ કંપનીઓમાં ઈક્વિટી, પ્રેફરન્સ શેર અથવા કન્વર્ટિબલ બોન્ડ અથવા લોનના રૂપમાં રોકાણ કરવામાં આવે છે. આવી કંપનીઓને પેસિવ હોલ્ડિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે, જેનો હેતુ તેની જૂથ કંપનીઓ પર નિયંત્રણ જાળવી રાખવાનો છે અને અન્ય કોઈપણ નાણાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાનો નથી.
જિયો ફાઈનાન્સિયલ એનબીએફસી તરીકે વર્ગીકૃત થયેલ છે જે બહુવિધ શરતો પર શેર અને સિક્યોરિટીઝના એક્વિઝિશનનો બિઝનેસ કરે છે. જે તેની ચોખ્ખી સંપત્તિના 90 ટકા રોકાણ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, બોન્ડમાં ધરાવે છે, પરંતુ તે જૂથની કંપનીઓના શેર, બોન્ડ, ડિબેન્ચર, ડેટ અથવા લોનમાં ટ્રેડિંગ કરતી નથી.
ગ્રૂપ કંપનીઓને લોન આપવા, ગ્રૂપ કંપનીઓ વતી ગેરંટી જારી કરવા અને બેન્ક ડિપોઝિટ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ પૂરા પાડે છે અને ગ્રૂપ કંપનીઓ દ્વારા જારી કરાયેલા બોન્ડ અથવા ડિબેન્ચરમાં રોકાણ સિવાય અન્ય કોઈ નાણાકીય પ્રવૃત્તિ હાથ ધરતી નથી.
જિયો કોઈ બોન્ડ લાવશે નહિં
જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝે બોન્ડ મારફત રૂ. 5000થી 10000નું ફંડ એકત્ર કરવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. થોડા દિવસ પહેલાં જ રોઈટર્સે ચાર બેન્કરોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, જિયો ફાઈનાન્સિયલ બોન્ડ્સ જારી કરીને 10,000 કરોડ રૂપિયા સુધી એકત્ર કરી શકે છે. માર્ચ ક્વાર્ટરમાં બોન્ડ જારી થવાની સંભાવના છે, જે નિયમનકારી મંજૂરીને આધીન છે. જોકે, Jio Financial એ આ દાવાને ખોટો ઠેરવ્યો છે.