પોર્શનગણો ભરાયો
કુલ0.87
રિટેલ1.11
એનઆઇઆઇ1.43
ક્યૂઆઇબી0.01

મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલનો મેઇનબોર્ડ IPO પ્રથમ દિવસના અંતે કુલ 0.87 ગણો ભરાયો હતો. ઇશ્યૂનો એનઆઇઆઇ પોર્શન 1.43 ગણો, રિટેલ પોર્શન 1.11 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 0.01 ગણો ભરાયો હતો.

જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત તથા શેરદીઠ રૂ. 695-735ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 6 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી છે. ઇશ્યૂ તા. 8મી સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. રોકાણકારો ન્યૂનતમ 20 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 20 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. IPOમાં રૂ. 5,402.01 મિલિયન સુધીના દરેક Rs 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યૂ અને 4.45 મિલિયન ઇક્વિટી શેરની ઓફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે. ન્યૂનતમ અરજી 20 શેર્સ માટે ₹14,700ની કરવાની રહશે. ત્યારબાદ 20 શેર્સના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.

ચાવડા ઇન્ફ્રાનો રૂ.43 કરોડનો SME IPO 12 સપ્ટેમ્બરે ખૂલશે

ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ પ્રોજેક્ટ્સમાં કન્સ્ટ્રક્શન અને સંલગ્ન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરતી સિવિલ કન્સ્ટ્રક્શન કંપની ચાવડા ઇન્ફ્રા લિમિટેડ તા. 12 સપ્ટેમ્બરના રેજ એસએમઇ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.એન્કર પોઝિશન સોમવારે 11 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ 14 સપ્ટેમ્બર, 2023ના ગુરૂવારે બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી આશરે રૂ. 43 કરોડ (અંદાજે) એકત્ર કરવાની તથા મહિનાના અંતિમ સપ્તાહમાં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કામગીરીમાંથી આવકો રૂ. 161.89 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2021- 22માં રૂ. 109.82 કરોડ અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 91.24 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 12.05 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 5.21 કરોડ અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 4.44 કરોડ હતો. કંપનીની શેર કેપિટલ 31.03.23 સુધીમાં રૂ. 18 કરોડ છે (નાણાકીય વર્ષ 2021-22 અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1.50 કરોડ) તથા ઇપીએસ રૂ. 6.69 (નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 2.90 અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 2.47) છે. પ્રતિ શેર નેટ એસેટ વેલ્યુ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 16.89, નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 10.20 તથા નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 7.30 નોંધાઇ છે.

રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ છેલ્લા દિવસે 94 ગણો છલકાયોઃ મેઇનબોર્ડ ખાતે રત્નવીર પ્રિસિઝન્સનો IPO છેલ્લા દિવસના અંતે 94 ગણો છલકાયો હોવાનું બીએસઇની વેબસાઇટ દર્શાવે છે. ઇશ્યૂનો ક્યૂઆઇબી પોર્શન 133.05 ગણો, એનઆઇઆઇ પોર્શન 135.20 ગણો જ્યારે રિટેલ પોર્શન 53.98 ગણો છલકાયો હતો.