ક્યૂઆઇબી0.56 ગણો
એનઆઇઆઇ0.76 ગણો
રિટેઇલ1.23 ગણો
એમ્પ્લોઇ3.06 ગણો
પોલિસી હોલ્ડર્સ4.01 ગણો
કુલ1.38 ગણો

એલઆઈસી આઈપીઓમાં રોકાણકારોનું આકર્ષણ ત્રીજા દિવસે પણ જળવાઈ રહ્યુ છે. ત્રીજા દિવસે રિટેલ રોકાણકારોએ રૂ. 21008.48 કરોડના આઈપીઓ માટે 1.22 ગણા અર્થાત રૂ. 25630 કરોડના બિડ ભર્યા છે. આ સાથે ત્રીજા દિવસે રિટેલ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. પોલિસી હોલ્ડર દ્વારા સૌથી વધુ 4 ગણી એપ્લિકેશન્સ કરવામાં આવી છે. એમ્પ્લોયી પોર્શન 3.04 ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં રૂ. 50 પ્રિમિયમ રહ્યુ હતું. આઈપીઓ અરજી માટે હજી 3 દિવસ છે. જેમાં ક્યુઆઈબી અને એનઆઈઆઈ પોર્શન પણ ઓવર સબ્સ્ક્રાઈબ્ડ થવાનો આશાવાદ છે. હાલ ક્યુઆઈબી 56 ટકા અને એનઆઈઆઈ 73 ટકા ભરાયો છે. રેટિંગ એજન્સી મૂડીઝે એલઆઈસીનો આઈપીઓ દેશની લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટર માટે ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત બનાવવાની સંભાવના વ્યક્ત કરી છે.  9 મેના આઈપીઓ બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 12 મેએ થશે.